calendar_todayMarch 1, 2026
થાન-દસાડા ગ્રામ્યમાં દારૂના દરોડા : 1 પકડાયો, 1 વોન્ટેડ
અમરાપરમાં બિયર વેચતો યુવાન ઝડપાયો
થાનના અમરાપર અને દસાડાના રોઝવા ગામે બાતમીને આધારે પોલીસે દારૂના દરોડા કર્યા હતા. જેમાં દારૂ, બીયર, બાઈક સહિત 1.02 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધવામાં આવી છે.
થાન પોલીસની ટીમને પેટ્રોલીંગ દરમીયાન અમરાપર ગામે છાપરામાં રહેતો રાયધન ચાવડા તેના બાઈક પર બીયર રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં 38 વર્ષીય રાયધન રાઘવભાઈ ચાવડા બાઈક પર ટીંગાડેલ થેલામાંથી બીયરના 3 ટીન સાથે ઝડપાયો હતો. આથી રૂ. 660ના બીયર અને બાઈક સહિત રૂ. 30,660નો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે થાન પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે વધુ તપાસ એચસી કાનાભાઈ સાબંડ ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર એલસીબી ટીમના સંજયભાઈ પાઠક સહિતનાઓને દસાડા તાલુકાના રોઝવા ગામે રહેતો મેતુભા ઉદેસંગ ઝાલા તેના રહેણાક મકાને વિદેશી દારૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે ઘરના રૂમમાંથી વિદેશી દારૂની 242 બોટલો અને બીયરના 41 ટીન મળી કુલ રૂ. 72,145નો મુદ્દામાલ પકડાયો હતો. આ અંગે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ એચસી કે.આર.અસારી ચલાવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam