calendar_todaySeptember 7, 2026
લોકમેળામાં 10 જગ્યાએથી 110 કિલોગ્રામ અખાદ્ય વાનગીઓ જપ્ત કરતું મનપાનું તંત્ર
પોરબંદરના ચોપાટી મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા શ્રીકૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આવતા નાગરિકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમ તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા મેળા ગ્રાઉન્ડ ખાતે ખાણીપીણીના સ્ટોલ, ફ્ડ ફેસ્ટિવલના સ્ટોલ તેમજ લારીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વાસી, ખુલ્લા તેમજ આરોગ્ય માટે અયોગ્ય જણાયેલા વિવિધ ખાદ્યપદાર્થો અને કાચી ખાદ્યસામગ્રી મળી આવતા કુલ 10 સ્ટીલના સ્થળોએથી આશરે 110 કિલો જેટલો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
જપ્ત કરાયેલા જથ્થામાં ચીટસ, ખીચડી, છોલેચણા, શાકભાજી, નૂડલ્સ, ખમણ, મંચુરિયન, બ્રેડ, પાવ, વટાણા, લીંબુ, ડુંગળી, ટમેટા, તરબૂચ, અનાનસ, ચણા-બટેટા વગેરે ખાદ્યસામગ્રીનો સમાવેશ થાય છે. લોકમેળા માં કેટલાક સ્થળો એ સતત ત્રીજા દિવસે વાસી અખાદ્ય પદાર્થ કબ્જે થયો છે. જેમા દુધેશ્વર સખી મંડળના કનૈયા ફરસાણમાથી 3 કિલો બટેટા અને પાવ, રવિરાજ પાવભાજીમાંથી 7 કિલો બટેટા, ભાજી શાક, ડુંગળી-ટમેટા, પટેલ પાવભાજીમાંથી 2 કિલો નુડલ્સ અને મંચુરીયન, ચામુંડા પાવભાજીમાંથી 2 કિલો બાફેલા બટેટા, ચામુંડા કેટરર્સમાંથી 10 કિલો ભાત, સલાડ, શાક અને લોટ, આશાપુરા ફૂડ ફેસ્ટીવલમાંથી 40 કિલો બીરીયાની, ખમણ, ટમેટા, નુડલ્સ, લોટ, ભાત બટેટા અને પંજાબી શાક, જલ્યાણ ફૂડ ફેસ્ટીવલમાંથી 10 કિલો શાકભાજી, ડુંગળી, રીંગણા, અને 6 કિલો ચીપ્સ અને પાવભાજી, રાજધાની ભુંગળા બટેટામાથી 10 કિલો બાફેલા બટેટા અને રજવાડી પાવભાજીમાંથી મંચુરીયન, રાજધાની ફૂટ ડીસમાંથી 5 કિલો તરબુચ, અનાનસ, ચણાબટેટા, પાવ અને રામ ઔર શ્યામ ગોલા અને ફૂટ ડીસમાંથી 15 કિલો તરબુચ, બેટાઅને પાવ સહિત કુલ 110 કિલો વાસી ખોરાકનો જથ્થો કબ્જે કરી નાશ કરાયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો