android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
મણિનગર-ઘોડાસર રોડ પર 15 દિવસથી ગટર કામ પૂર્ણ થયું છતાં બેરિકેડ યથાવત

calendar_todayAugust 31, 2026

મણિનગર-ઘોડાસર રોડ પર 15 દિવસથી ગટર કામ પૂર્ણ થયું છતાં બેરિકેડ યથાવત

મણિનગર રેલવે સ્ટેશનથી ઘોડાસર તરફ્ જતા મુખ્ય રસ્તા પરથી પસાર થવું હવે મુસાફરો માટે મોટી મુસીબત બની ગયું છે. સ્થાનિક લોકોની ફરિયાદ મુજબ, આ રસ્તા પર ગટરલાઇન નાખવાનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં 15 દિવસથી બેરીકેટો હજુ પણ યથાવત છે. આ બેરીકેટોને કારણે અડધો રસ્તો બ્લોક થઈ ગયો છે, જે ટ્રાફ્કિ સમસ્યામાં નોંધપાત્ર વધારો કરે છે. મહત્વનું છે કે આ રસ્તો દિવસભર ગીચ હોય છે, કારણ કે તે મણિનગર સ્ટેશનને ઘોડાસર સાથે જોડે છે. અડધો રસ્તો અવરોધાઈ જવાથી, ખાસ કરીને પીક અવર્સભારે વાહનવ્યવહારના કારણે લાંબી લાઈનો લાગે છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં વધુ સમય લાગે છે. અને તેઓને મુસીબતનો સામનો કરવો પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે અમે 15 દિવસથી જોઈ રહ્યા છીએ કે અહીં બેરીકેટો મુકવામાં આવ્યા છે, પરંતુ કોઈ કામ ચાલુ નથી. ગટરલાઇનનું કામ પૂર્ણ થઈ ગયું હોવાનું દેખાઈ રહ્યું છે. આ બેરીકેટોને તાત્કાલિક હટાવવા જોઈએ જેથી કરીને રસ્તો ફરીથી ખુલ્લો થઈ શકે અને ટ્રાફ્કિ સરળતાથી ચાલી શકે. આ સમસ્યાની જાણ સત્તાવાળાઓને કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. મુસાફરોને અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે, જે લાંબા છે અને તેમાં વધુ સમય લાગે છે.

મુસાફરોની માંગ છે કે સત્તાવાળાઓ આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવે અને બેરીકેટોને હટાવી રસ્તો ફરીથી ખુલ્લો કરે. તેઓને ટ્રાફ્કિ જામની સમસ્યામાંથી મુક્તિ મળે અને મુસાફરી સરળતાથી થઈ શકે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો