calendar_todayMarch 10, 2026
લખતરના સદાદ ગામે 2.90 કરોડના ખર્ચે બનાવેલ બ્રિજનું લોકાર્પણ કરાયું
લખતર તાલુકાના સદાદ ગામે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લખતર-દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારના વરદ હસ્તે આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ બ્રિજ રૂ.2 કરોડ 90 લાખના ખર્ચે તૈયાર કરાયો હતો અને જેના કારણે સદાદ, મોઢવાણા, નાના અંકેવાળીયા અને પાટડી તાલુકાના ગામોના લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલીઓ વધી જતી હતી.
સરકાર દ્વારા આ નવા બ્રિજને મંજૂરી મળતા તેનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું. નવો બ્રિજ બનતા સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સદાદ ગામના સરપંચ વિરમભાઈ રબારી સહિત ગ્રામજનો દ્વારા ધારાસભ્ય પી.કે. પરમારનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સદાદ ગામ નજીક આવેલો જૂનો બેઠો પુલ જર્જરિત થઈ ગયો હતો. જેના કારણે સદાદ, મોઢવાણા, નાના અંકેવાળીયા અને પાટડી અવરજવર કરવા માટે હાલાકીનો સામનો કરવો પર તો હતો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલી વધી જતી હતી . લોકોને આ પ્રસંગે લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, તાલુકા કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, ન્યાય સમિતિ ચેરમેન પ્રભુભાઈ મકવાણા, તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા, સદાદ ગામના સરપંચ વિરમભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં તાલુકાના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam