calendar_todayJanuary 24, 2026
ભગવાન રામનું 286 કિલો વજનનું 'કોદંડ' ધનુષ અયોધ્યા પહોંચ્યું, જાણો આ દિવ્ય શસ્ત્રનું ધાર્મિક મહત્વ
3 જાન્યુઆરીએ ઓડિશાથી નીકળે દિવ્ય 'કોદંડ' ધનુષ 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા પહોંચી ગયું છે. અયોધ્યા ગૌરવશાળી ક્ષણનું સાક્ષી બન્યું. 286 કિલોગ્રામના વજનનું ભગવાન રામનું દિવ્ય ધનુષ 'કોદંડ' રામનગરી પહોંચ્યું. ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતની ધરોહર સમાન આ ધનુષ રામ નગરી પહોંચતા અયોધ્યાની શોભામાં વધારો કર્યો છે. ભગવાન રામના ધનુષ 'કોદંડ'નું જાણો મહત્વ.