android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
નુરપુરાના વેપારીનો ફોન હેક કરી ઠગે રૂ.3.34 લાખ ઉપાડી લીધા

calendar_todayMarch 3, 2026

નુરપુરાના વેપારીનો ફોન હેક કરી ઠગે રૂ.3.34 લાખ ઉપાડી લીધા

એપીકે ફાઈલ મોકલી જાણ બહાર ટ્રાન્જેકશન કર્યું હોવાનો આક્ષેપ કરાયો

મોબાઈલના યુગમાં અનેક લોકો અજાણ્યા નંબરો પરથી અન્ય મોબાઈલ ધારકોને ખોટી ફાઈલ મોકલી મોબાઈલ ધારકની જાણ બહાર તેમના ખાતામાંથી રોકડ ઉપાડવા માટે મોબાઈલ હેક કર્યા પછી ટ્રાન્ઝેકશન કરી લેતાં હોવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બે મહિના અગાઉ હિંમતનગર તાલુકાના નુરપુરા ગામનો એક વેપારીને અજાણ્યા શખ્સે એપીકે ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી દીધા બાદ અંદાજે રૂ. 3.34 લાખનો ઉપાડ કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ સોમવારે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

આ અંગે નુરપુરા ગામના વેપારી અલ્ફાજભાઈ ઈલીયાસભાઈ બાવનએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, ગત તા. 20 જાન્યુઆરીના રોજ તેઓ સહકારીજીન રોડ પર આવેલ એક દુકાન આગળ ઉભા હતા ત્યારે અજાણ્યા શખ્સે વેપારીના મોબાઈલમાં એપીકે ફાઈલ મોકલી હતી ત્યારબાદ આ વેપારીનો મોબાઈલ હેક કરી લીધો હતો. ત્યારબાદ બેંકના એકાઉન્ટ નં. 99907874163968 માંથી વેપારીની જાણ બહાર રોકડનું ટ્રાન્ઝેકશન કરી દીધું હતુ. ત્યારબાદ આ રકમ બિહારની ચૌસા માધેપુરા બેંકની શાખામાંથી પિન્કીદેવીના નામના ધારકે નુરપુરાના વેપારીના ખાતામાંથી અંદાજે રૂા. 3,34,899 નો ઉપાડ કરી લીધો હતો. ત્યારબાદ અલ્ફાજ બાવનને જાણ થતાં તેમણે બેંકમાં તપાસ કરી હતી અને તે આધારે સોમવારે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam