calendar_todayMay 14, 2026
નસવાડી તાલુકામાં 312થી વધુ શિક્ષકો રાષ્ટ્રીય કાર્યમાં જોડાશે
દેશના સૌથી મહત્વપૂર્ણ વહીવટી અને વિકાસલક્ષી કાર્યોમાંની એક એવી વસ્તી ગણતરીની કામગીરી હવે નસવાડી તાલુકામાં ગતિ પકડવા જઈ રહી છે. આ મહત્ત્વના અભિયાનને સફ્ળ બનાવવા તાલુકા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. તેના ભાગરૂપે તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે વિશેષ તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 312થી વધુ શિક્ષક કર્મચારીઓ ભાગ લેશે.
નસવાડી મામલતદારના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ યોજાનારી આ તાલીમમાં શિક્ષકોને વસ્તી ગણતરી સંબંધિત દરેક કામગીરી અંગે ઝીણવટભરી સમજ આપવામાં આવશે. તાલીમનો સમય વહેલી સવારથી રાખવામાં આવ્યો છે, જેથી ઉનાળાની ગરમી પહેલાં તાલીમ પૂર્ણ કરી શકાય અને શિક્ષકોને અનુકૂળતા રહે.
નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ સુરેશભાઈ પંચોલીના જણાવ્યા મુજબ તાલીમને ત્રણ અલગ-અલગ બેચમાં વહેંચવામાં આવી છેઃ પ્રથમ બેચઃ 13થી 15 બીજી બેચઃ 16 થી 18 અને 19/05/2026 અને ત્રીજી બેચઃ 20/05/2026 થી 22/05/2026 આ તમામ બેચમાં તાલુકાના શિક્ષકોને વસ્તી ગણતરીની પ્રક્રિયા, ફેર્મ ભરવાની પદ્ધતિ, ડિજિટલ ડેટા એન્ટ્રી અને કામગીરી દરમિયાન રાખવાની જરૂરી સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો