calendar_todayMarch 12, 2026
જુગારના 4 સ્થળે દરોડા : 13 શખ્સો પકડાયા, બે વોન્ટેડ
લીંબડી શહેરની ખંધારપા શેરી, થાનની જવાહર સોસાયટી, ચોટીલાના ધરતી ગેસ્ટ હાઉસ પાસે અને આણંદપુર ચોકડી પાસે જુગારની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં 13 શખ્સો રોકડ, મોબાઈલ સહિત પકડાયા હતા. લીંબડીમાં થયેલ દરોડામાં 1 આરોપી ફરાર થઈ ગયો હતો.
લીંબડી પોલીસ મથકના એએસઆઈ બી.જે.સોલંકી સહિતનાઓએ ખંધારપા શેરીમાં ઓટલા પર રમાતા ગુડદી પાસાના જુગારની બાતમી મળતા રેડ કરી હતી.જ જેમાં મોરભાઈના ડેલામાં રહેતો મુકેશ રમેશભાઈ રાજપરા, અને ખાખચોકમાં રહેતો યુનીશ અબ્દુલભાઈ કારવા રોકડા રૂ. 11,100 સાથે પકડાયા હતા. આ દરોડામાં ખાંચાનો લાભ લઈ ટાંકીચોકમાં રહેતો રમણીક દલવાડી અને વિશાલ રાવળ ફરાર થઈ ગયા હતા. જયારે પોલીસે બાદમાં રમણીક દલવાડીને પણ દબોચી લીધો હતો. પોલીસે ચારેય સામે જુગારધારા મુજબ ફરિયાદ નોંધી છે. ફરાર આરોપી વિશાલ રાવળને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે થાન પોલીસની ટીમને જવાહર સોસાયટીની ગલીમાં જાહેરમાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં નટવર ડાયાભાઈ મકવાણા, ગુણવંત છગનભાઈ મકવાણા, જીતેન્દ્ર બાબુભાઈ મકવાણા, પ્રેમજી ગાંડાભાઈ પરમાર, રાકેશ રમેશભાઈ મકવાણા, સંજય કાંતીલાલ દવે, કીરીટ જીવણભાઈ પરમાર ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂ. 6300, 2 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 16,300ની મત્તા સાથે પકડાયા હતા. બીજી તરફ ચોટીલા પોલીસે હાઈવે પર ધરતી ગેસ્ટ હાઉસ પાસે ભંગારના વાડામાં વરલી મટકાના જુગારની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં ચેતન રમેશભાઈ બોરાણા અને સાગર પ્રતાપભાઈ ઉઘરેજીયા રોકડા રૂ. 4470 સાથે પકડાયા હતા. આ બન્નેની પ્રાથમીક પુછપરછમાં ચોટીલાના જયવીર ધાંધલના કહેવાથી બન્ને જુગાર રમાડતા હોવાનું ખુલતા ત્રણેય સામે ગુનો નોંધી જયવીરને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ આર.ડી.રાજૈયા ચલાવી રહ્યા છે. અને ચોટીલાની આણંદપુર ચોકડી પાસેથી ભીમગઢનો રમેશ જાદવભાઈ ભડાણીયા વરલી મટકાનો જુગાર રમતો પકડાયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam