calendar_todayJuly 3, 2026
મોરબીમાં ફૂડ વિભાગનું ચેકિંગ, 43 પેઢીઓને નોટિસ
મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ વર્ષોથી લાલીયાવાડી ચલાવતા ખાણીપીણીના ધંધાર્થીઓ પર હાઈજિન જાળવવા અને આકરા નિયમોનું પાલન કરવુ ફરજિયાત બન્યું છે.જો કે, મહાનગર પાલિકાના ફૂડ વિભાગની ચેતવણી બાદ પણ ખાદ્યપદાર્થનું વેચાણ કરતી પેઢીઓ સુધરતી ન હોય ફૂડ વિભાગે શહેરમાં અલગ - અલગ 56 સ્થળે સઘન ચેકીંગ કરી બેકરી, ડેરી અને સુપર માર્કેટમાં એક્સપાયરી ડેટની વસ્તુઓનું વેચાણ થતું હોવાનું સામે આવતા સ્થળ પર જ આવી ચીજોનો નાસ કરી 43 પેઢીઓને નોટિસ ફ્ટકારી હતી. મોરબી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરી છે.ફૂડ વિભાગે શહેરમાં જુદા - જુદા વિસ્તારમાં ખાણીપીણી અને ફરસાણની 56 જેટલી પેઢીઓમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અનેક જગ્યાએ અખાદ્ય અને વાસી ખોરાક મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને કસૂરવાર પેઢીઓને નોટિસ ફ્ટકારવામાં આવી હતી.ઝુંબેશ અન્વયે ફૂડ શાખા દ્વારા કુલ 43 પેઢીઓને હાઇજીન, ફૂડ લાયસન્સ તથા વાસી અને અખાદ્ય ખોરાક રાખવા બાબતે કડક નોટિસ પાઠવવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો