calendar_todayMarch 29, 2026
ગુજરાતમાં માવઠાની આફત, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જુઓ Photos
માર્ચ મહિનાના અંતમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.