android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન થયું છે.1200 કરોડના માલિકે ભાડાના મકાનમાં કેમ ગુજારી જિંદગી?

calendar_todayMarch 29, 2026

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન થયું છે.1200 કરોડના માલિકે ભાડાના મકાનમાં કેમ ગુજારી જિંદગી?

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી.ગૌતમ સિંઘાનિયાએ પોતાના મેસેજમાં લખ્યું છે કે તેમના પિતા એક દૂરંદેશી નેતા અને સમાજસેવી વ્યક્તિ હતા,જેમનો વારસો આવનારી પેઢીઓને પ્રેરિત કરતો રહેશે.

તમામ સંપત્તિ પુત્રને સોંપીને સૌથી મોટી ભૂલ ગણાવી

વિજયપત સિંઘાનિયા દેશની અગ્રણી ટેક્સટાઇલ કંપની રેમન્ડ ગ્રુપના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર રહ્યા છે. વિજયપત 2017થી જ પુત્ર ગૌતમ સિંઘાનિયા સાથે પરિવાર અને સંપત્તિ સંબંધિત વિવાદને કારણે ચર્ચામાં હતા.દેશ-વિદેશમાં પોતાની ઓળખ બનાવનાર કંપની રેમન્ડ આજે ફરી ચર્ચામાં આવી છે. ધાબળા વેચતી નાની ફેક્ટરીને રેમન્ડ જેવી બ્રાન્ડ બનાવનાર,રેમન્ડના સ્થાપક વિજયપત સિંઘાનિયાએ પોતાનું જીવન એક ભાડાના મકાનમાં વિતાવ્યું છે.એક સમયે તેમની પાસે અંબાણી કરતા પણ વધુ સંપત્તિ હતી.એક સમયે 12,000 કરોડની સંપત્તિના માલિક વિજયપત સિંઘાનિયાએ પોતાની તમામ સંપત્તિ પુત્રને સોંપીને સૌથી મોટી ભૂલ માનતા હતા.

ધાબળા વેચતી ફેક્ટરીને બનાવી રેમન્ડ જેવી બ્રાન્ડ

રેમન્ડે સો વર્ષ પહેલાં મુંબઈથી પોતાની સફર શરૂ કરી હતી.1900ની સાલમાં મહારાષ્ટ્રના થાણેમાં તેમની એક મીલ હતી.જેમાં ધાબળા બનાવવામાં આવતા હતા. ત્યારબાદ તે મીલમાં સેનાના જવાનો માટે યુનિફોર્મ તૈયાર થવા લાગ્યા. વર્ષ 1925માં મુંબઈના એક વેપારીએ આ મિલ ખરીદી હતી,પરંતુ થોડા વર્ષો પછી વર્ષ 1940માં કૈલાશપત સિંઘાનિયાએ તેમની પાસેથી આ મિલ ખરીદી. તેમણે મિલનું નામ વાડિયા મિલથી બદલીને રેમન્ડ મિલ કર્યું.રાજસ્થાનથી કાનપુર સ્થળાંતર કરીને આવેલા સિંઘાનિયા પરિવાર કોટન સ્પિનિંગ એન્ડ વીવિંગ મિલ્સ કંપની ચલાવતા હતા.1980માં વિજયપત સિંઘાનિયાને રેમન્ડની જવાબદારી સોપવામાં આવી. 1986માં સિંઘાનિયાએ ફેબ્રિક બિઝનેસની સાથે સાથે પરફ્યુમ બ્રાન્ડ પાર્ક એવન્યુની શરૂઆત કરી.તેમણે ભારતની બહાર પહેલો શોરૂમ ખોલ્યો હતો.

પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો બગાડવા લાગ્યા

2015માં વિજયપત સિંઘાનિયાએ રેમન્ડની કમાન તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયાને સોંપી હતી. તેણે તેના તમામ શેર તેના પુત્રના નામે ટ્રાન્સફર કરી દીધા. તે સમયે તે શેરની કિંમત 1000 કરોડ રૂપિયા હતી. ગૌતમે કંપનીનો ચાર્જ સંભાળતાની સાથે જ પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો બગડવા લાગ્યા.બંને વચ્ચે ફ્લેટને લઈને એટલો વિવાદ થયો કે મામલો કોર્ટમાં પહોંચ્યો અને ગૌતમે પિતાને ઘરની બહાર કાઢી મૂક્યા. વિજયપત સિંઘાનિયાએ મુંબઈના એક પોશ વિસ્તારમાં જેકે હાઉસ નામનું આલિશાન ઘર બનાવ્યું હતું, પરંતુ તેમના પુત્રએ તેમને તે ઘરમાંથી બહાર કાઢીને ભાડાના મકાનમાં રહેવા દબાણ કર્યું હતું.

12000 કરોડની સંપતિના માલિક ભાડાના મકાનમાં રહેવા મજબુર

મુંબઈમાં દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંના એક ઘરમાં રહેતા હતા વિજયપત સિંઘાનિયા. પુત્રએ તેમની જિંદગી એટલી બદલી નાખી કે તેઓ એખ સામાન્ય ભાડાના મકાનમાં રહેવા મજબુર બન્યા. રેમન્ડના ફાઉન્ડર વિજયપત સિંઘાનિયાએ પણ એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું તેતેમની જીંદગીની સૌથી મોટી ભૂલ એ હતી કે તેમણે પોતાની તમામ મિલકત અને સમગ્ર બિઝનેસ તેમના પુત્રને સોંપી દીધો. 12,000 કરોડ રૂપિયાની કંપનીના એક સમયે માલિક આજે સાઉથ બોમ્બેની ગ્રાન્ડ પારડી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેવા મજબૂર છે. પુત્રએ તેની પાસેથી કાર અને ડ્રાઈવર પણ છીનવી લીધો હતો.

વિજયપત સાથે સંકળાયેલા કેટલાક તથ્યો

સૌથી ધનિક લોકોમાં સામેલ વિજયપતનો એવિએશન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પ્રભાવ હતો.એક સમયે વિજયપત બ્રિટનથી એકલા પ્લેન ઉડાવીને ભારત આવ્યા હતા.એડવેન્ચર અને એવિએશનના શોખીન સિંઘાનિયા માટે આકાશ જ સીમા હતી. બિઝનેસ અને એડવેન્ચર, બંને ક્ષેત્રોમાં તેમને ખૂબ પ્રશંસા મળી.ભારતનો ત્રીજો સૌથી મોટો નાગરિક સન્માન 'પદ્મ ભૂષણ' અને સાથે જ 'તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ' પણ મળ્યો.વિજયપતે ‘એન એન્જલ ઇન એ કોકપિટ’ શીર્ષકથી પુસ્તક પણ લખ્યું હતું.

આ પણ વાંચો:ઈરાનના સપોર્ટમાં ઉતરેલા હૂતી કોણ છે? જેના એક નિર્ણયથી બદલાઈ શકે છે યુદ્ધની સૂરત