android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Agriculture News : પશુપાલન ક્ષેત્રે ગુજરાતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, 3 કરોડથી વધુ પશુઓને 'ખરવા-મોવાસા' (FMD) રોગ સામે સુરક્ષિત કરાયા

calendar_todayMarch 18, 2026

Agriculture News : પશુપાલન ક્ષેત્રે ગુજરાતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, 3 કરોડથી વધુ પશુઓને 'ખરવા-મોવાસા' (FMD) રોગ સામે સુરક્ષિત કરાયા

વ્યાપક રસીકરણના પ્રતાપે જ રાજ્યમાં વાયરસનો ફેલાવો ઘટીને માત્ર 3% રહ્યો છે, જ્યારે હર્ડ ઇમ્યુનિટી 80% સુધી પહોંચી છે. ગાંધીનગરના માણસા તાલુકા સહિત રાજ્યભરના લાખો પશુપાલકો માટે સરકારનું આ નિઃશુલ્ક રસીકરણ આશીર્વાદરૂપ બન્યું છે. પશુપાલન વિભાગની ટીમ દર છ મહિને ઘરે જઈને પશુઓને રસી આપે છે, જેનાથી પશુઓ રોગમુક્ત રહે છે અને દૂધ ઉત્પાદનમાં સતત વૃદ્ધિ જળવાઈ રહે છે.

હાલ સમગ્ર રાજ્યમાં 'લાઈવસ્ટોક હેલ્થ એન્ડ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ' મજબૂત રીતે કાર્યરત છે

આ અભિયાનની મુખ્ય વિશેષતા તેની પારદર્શિતા છે. 'નેશનલ ડિજિટલ લાઈવસ્ટોક મિશન' હેઠળ દરેક પશુને 12 આંકડાનો બાર-કોડેડ 'ઇયર-ટેગ' લગાવી તેની તમામ વિગતો 'ભારત પશુધન પોર્ટલ' પર ઓનલાઇન નોંધવામાં આવે છે. વર્ષ 2019થી હાથ ધરાયેલા સઘન પ્રયાસોને પરિણામે હવે રાજ્યમાં માત્ર છૂટાછવાયા અને નહિવત ગંભીર કેસ જ જોવા મળે છે.

1.71 કરોડ પશુઓને વર્ષમાં બે વાર રસી અપાઈ

ખરવા-મોવાસા જેવા રોગોને કારણે દેશને વાર્ષિક અંદાજે ₹24,000 કરોડનું આર્થિક નુકસાન વેઠવું પડે છે. ગુજરાતમાં 1.71 કરોડ પશુઓને વર્ષમાં બે વાર રસી આપીને આ આર્થિક નુકસાન અટકાવવાનું લક્ષ્ય છે. વર્ષ 2024-25માં જ્યાં 2.93 કરોડ રસી અપાઈ હતી, ત્યાં ચાલુ વર્ષે આ આંકડો 3.04 કરોડને પાર કરી ગયો છે. આ આંકડા સાક્ષી છે કે ગુજરાત હવે 'રોગમુક્ત રાજ્ય' બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.


આ પણ વાંચો : Rajkot News : વધતી જતી ગરમી અને હીટવેવને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર, ગરમીમાં વગર કામે લોકોને બહાર ન નીકળવા ડોકટરની સલાહ