android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahemdabad: રિક્ષાઓ બંધ રહેતાં BRTSમાં મુસાફરોનું ઘોડાપૂર, બપોર સુધીમાં 13.82 લાખની આવક રળી

calendar_todaySeptember 7, 2026

Ahemdabad: રિક્ષાઓ બંધ રહેતાં BRTSમાં મુસાફરોનું ઘોડાપૂર, બપોર સુધીમાં 13.82 લાખની આવક રળી

અમદાવાદ શહેરમાં વિવિધ પડતર માંગણીઓને લઈને ઓટોરિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી જતાં શહેરના રોડ-રસ્તા પરથી રિક્ષાઓ ગાયબ જોવા મળી હતી. આ સ્થિતિમાં દૈનિક અપ-ડાઉન કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે BRTS જાનકી સમાન સાબિત થઈ છે.

BRTSમાં સામાન્ય દિવસો કરતાં મુસાફરોમાં તોતિંગ વધારો

હડતાળના પગલે BRTS તંત્ર દ્વારા તાબડતોબ નિર્ણય લઈને તમામ રૂટ પર બસો દોડતી રાખવામાં આવી છે. એટલું જ નહીં, જે ડ્રાઇવરો રજા પર હતા તેમની રજાઓ પણ ત્વરિત અસરથી રદ્દ કરીને તમામ સ્ટાફને ઓન-ડ્યુટી બોલાવી લેવામાં આવ્યો છે.આંકડાકીય વિગતો મુજબ, સામાન્ય દિવસોમાં બપોરના અઢી વાગ્યા સુધીમાં BRTS માં અંદાજે 65,000જેટલા મુસાફરો યાત્રા કરતા હોય છે. જોકે, હડતાળના દિવસે બપોરે અઢી વાગ્યા સુધીમાં જ આ આંકડો 1,00,804 મુસાફરો પર પહોંચી ગયો હતો.

બપોર સુધીમાં જ 1 લાખથી વધુ મુસાફરોએ કરી સવારી

બપોરે અઢી વાગ્યા સુધીમાં જ BRTS ને રૂ. 13,82,882 (તેર લાખ ચોર્યાસી હજાર આઠસો અડ્યાસી) ની ભવ્ય આવક થઈ છે. શહેરના તમામ રૂટ પર મુખ્યત્વે ઇલેક્ટ્રિક બસો દોડતી હોવાથી સતત સેવાઓ ખોરવાય નહીં તે માટે ચાર્જિંગ પોઇન્ટ્સ પર વિશેષ ટેકનિકલ ટીમ તૈનાત રાખવામાં આવી છે. ઓટોરિક્ષાઓ બંધ હોવા છતાં BRTS ની સુચારુ કામગીરીને કારણે શહેરીજનોને હાલાકીમાંથી મોટી રાહત મળી છે.

આ પણ વાંચો: Rajkot: ટ્રેનો બની નશીલા પદાર્થોની હેરાફેરીનું માધ્યમ, પ્લેટફોર્મ નંબર 1 પરથી 18 કિલો ગાંજો જપ્ત