calendar_todayApril 6, 2026
Ahmedabad: મ્યુનિ. તંત્રે શહેરભરમાંથી 11,000 રાજકીય બેનર-હોર્ડિંગ્સ હટાવ્યા
મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગે ગત પહેલી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ રાજકીય પાર્ટીના હોર્ડિંગ્સ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આજદિન સુધીની કાર્યવાહીમાં રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ, બેનર, પડદા, ધજા-પતાકા, તોરણ અને લખાણ સહિત 11 હજારથી વધુ સામગ્રી દૂર કરવામાં આવી છે અને હજી પણ આ કામગીરી ચાલુ છે. છેલ્લા પાંચ દિવસમાં સાતેય ઝોનમાંથી 1180 હોર્ડિંગ્સ-બોર્ડ, 1540 બેનર-પડદા, 1800 ધજા-પતાકા, 1816 તોરણ અને 3125 કૂચડા સહિતની સામગ્રી દૂર કરી છે. સાતેય ઝોનમાં વિવિધ ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાક ઠેકાણે બેનરો નહીં હટાવવા માટે કેટલાક રાજકીય આગેવાનો દ્વારા દબાણ કરવામાં આવતું હતું, પરંતુ મ્યુનિ. કર્મચારીઓએ કોઈપણ દબાણને વશ થયા વગર ચૂંટણીલક્ષી પ્રચાર સામગ્રી દૂર કરવાનું ચાલુ રાખ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો