calendar_todayJanuary 1, 2026
Ahmedabad: થર્ટી ર્ફ્સ્ટે પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનો એક પણ કેસ નહીં, 117 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
શહેરમાં વર્ષ 2025ના વિદાય કરવા અને 2026ને આવકારવા માટે બુધવારે સાંજે મોટાપ્રમાણમાં યુવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં એકઠા થયા હતા.
જેમાં અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે વર્ષોથી જાણીતા એવા સી.જી.રોડ તેમજ સિંઘુ ભવન રોડ પર રાત્રીના 10 વાગ્યા બાદ ભારે ભીડ એકઠી થઇ હતી. જ્યારે પૂર્વ વિસ્તારોમાં રીંગરોડ, કાંકરિયા, મણિનગર સહિતના વિસ્તારોમાં લોકો રસ્તા પર એકઠા થઇને નવા વર્ષની ઉજવણી કરી હતી. ત્યારે ડ્રગ્સ તેમજ દારૂનો નશો કરતા નબીરાઓને તપાસવા માટે એસઓજી સહિતની પોલીસની ટીમ તૈનાત રહી હતી. મોડીરાતે એક પછી એક લોકોને ચેક કર્યા હતા જેમાં સંખ્યાબંધ દારૂ ઢીંચેલા લોકોને પોલીસે ઝડપી પાડયા હતા. પૂર્વ વિસ્તારમાં પોલીસે 117 દારૂડિયાઓને પકડી પાડયા છે. જ્યારે ડ્રગ્સ અંગે એક પણ કેસ કરવામાં આવ્યો નથી. સૌથી વધુ વટવા, મણિનગર અને સરદારનગરમાંથી ઝડપાયા છે.
શહરેમાં ગત વર્ષે 242થી વધુ દારૂડિયાઓ પોલીસ સંકજામાં આવી ગયા હતા જ્યારે તેની સામે મોડીરાત સુધી શહેરમાં 177થી વધુ દારૂડિયા જ પકડાયા છે. અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ 21, મણિનગરમાં 16 અને સરદારનગરમાં 13 દારૂડિયાઓને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે શાહિબાગ, ખોખરા, કાગડાપીઠ અને નારોલમાં એક પણ દારૂ પીધેલાના કેસ કરવામાં નથી આવ્યા. જ્યારે પોલીસે દારૂ પીને ઝડપાયેલા લોકોને બલ્ડ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. મોડીરાતે સિવિલ હોસ્પિટલ દારૂડીયાઓથી ઉભરાયુ હતુ. અમદાવાદ જીલ્લામાં પણ પોલીસ સંખ્યાબંધ દારૂડીયાઓને ઝડપી પાડીને લોકઅપમાં ધકેલી દીધા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો