android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabadના સેલામાં બાંધકામ સાઇટના 14મા માળેથી પટકાતાં શ્રમિકનું કમકમાટીભર્યું મોત

calendar_todaySeptember 15, 2026

Ahmedabadના સેલામાં બાંધકામ સાઇટના 14મા માળેથી પટકાતાં શ્રમિકનું કમકમાટીભર્યું મોત

અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઇટ પર શ્રમિકના મોતની ગંભીર ઘટના સામે આવી છે. સેલા ઓડિટોરિયમ નજીક આવેલી 'મારવેલા' બાંધકામ સાઇટ પર આજે બપોરે કામગીરી ચાલી રહી હતી ત્યારે એક મજૂર 14મા માળેથી સીધો નીચે પટકાયો હતો. ઊંચાઈ પરથી નીચે પટકાવાના કારણે શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મૃતકની ઓળખ અને સાઇટ સંચાલકોનો દાવો

મૃતક શ્રમિકની ઓળખ 28 વર્ષીય કેસરીલાલ મીણા તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને રોજગારી અર્થે અમદાવાદ આવ્યો હતો. આ દુર્ઘટના અંગે સાઇટના સંચાલકોએ એવો દાવો કર્યો છે કે તે સમયે 14મા માળે ફ્લોરિંગની કામગીરી ચાલી રહી હતી. જોકે, શ્રમિક કયા સંજોગોમાં અને કેવી રીતે નીચે પટકાયો તે અંગે તેમણે સંપૂર્ણ અજ્ઞાનતા દર્શાવી હતી.

Accident at construction site in Ahmedabad

સંચાલકોનો ઇનકાર અને સેફ્ટી સામે પ્રશ્નાર્થ

ઘટના બન્યા બાદ જ્યારે સત્ય હકીકત જાણવા પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે સાઇટ સંચાલકોએ કોઈને પણ ઘટનાસ્થળ પર જવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી હતી. સાઇટ સંચાલકોના આ વલણના કારણે ઘટનાસ્થળે સેફ્ટી સાધનો (જેમ કે નેટ કે સેફ્ટી બેલ્ટ) હતા કે નહીં તે અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો