android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા જીગરદાન ગઢવીના સૂરે 'સાચી નવરાત્રી 2026'નું ભવ્ય આયોજન

calendar_todayOctober 9, 2026

Ahmedabad : સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા જીગરદાન ગઢવીના સૂરે 'સાચી નવરાત્રી 2026'નું ભવ્ય આયોજન

 નવરાત્રીના પાવન પર્વને વધુ ભવ્ય, આધ્યાત્મિક અને પ્રીમિયમ અનુભવ સાથે ઉજવવા માટે સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા 'સાચી નવરાત્રી 2026'નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન 10 ઑક્ટોબરથી 19 ઑક્ટોબર 2026 દરમિયાન ન્યૂ સાયન્સ સિટી રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવશે. 'સાચી નવરાત્રી 2026'ની સૌથી વિશેષ વાત એ છે કે જાણીતા ગુજરાતી ગાયક અને સિટીના રોકસ્ટાર જીગરદાન ગઢવી નવલી નવરાતના 10 દિવસ દરમિયાન માં અંબાના ગરબા ગાઈને શક્તિ અને ભક્તિના રંગમાં રંગાઈને ખેલૈયાઓને ગરબે ઝૂમાવશે, સાચી નવરાત્રિમાં જીગરદાન ગઢવીના સૂર દ્વારા ગરબા પ્રેમીઓને 10 દિવસ સુધી સંગીત અને ગરબાનો ખાસ અનુભવ મળશે. 'સાચી નવરાત્રી 2026'માં 51 શક્તિપીઠ દર્શન ખાસ આધ્યાત્મિક આકર્ષણ તરીકે રજૂ કરવામાં આવશે. નવરાત્રીના મુખ્ય દિવસો પહેલાં 10 ઑક્ટોબર 2026ના રોજ ખાસ પ્રી-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે 'સાચી નવરાત્રી 2026'ના ભવ્ય મહોત્સવનો પ્રારંભ થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો