android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: વર્ષ 2026-27 માટે RTE પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ, DEO દ્વારા શાળાઓ પાસેથી બેઠકોની માહિતી મંગાવાઈ

calendar_todayJanuary 17, 2026

Ahmedabad: વર્ષ 2026-27 માટે RTE પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ, DEO દ્વારા શાળાઓ પાસેથી બેઠકોની માહિતી મંગાવાઈ

શૈક્ષણિક વર્ષ 2026-27માં 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) હેઠળ પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા શહેરની તમામ ખાનગી શાળાઓ પાસેથી વિદ્યાર્થીઓની સંખ્યા અને ઉપલબ્ધ બેઠકોની વિગતો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

શાળાઓને વેરિફિકેશન ફોર્મ અપાયા

પ્રવેશ પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજ્યની શાળાઓને વેરિફિકેશન ફોર્મ મોકલી આપ્યા છે. શાળામાં હાલમાં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા.ધોરણ-1 માં મંજૂર થયેલા વર્ગો અને બેઠકોની વિગત.અગાઉના વર્ષોમાં RTE હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની વર્તમાન સ્થિતિ.

અમદાવાદમાં 12 હજાર બેઠકો પર પ્રવેશની શક્યતા

આ વર્ષે અમદાવાદની અંદાજે 1300 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ આ પ્રવેશ પ્રક્રિયામાં જોડાશે. પ્રાથમિક અંદાજ મુજબ, અમદાવાદ શહેરમાં RTE હેઠળ અંદાજે 12,000 જેટલી બેઠકો ઉપલબ્ધ થઈ શકે છે. આ બેઠકો પર ગરીબ અને નબળા વર્ગના બાળકોને ધોરણ-1 માં મફત પ્રવેશ આપવામાં આવશે.

ઓનલાઈન પ્રક્રિયા માટેની તૈયારી

DEO કચેરી દ્વારા શાળાઓ પાસેથી ડેટા મેળવ્યા બાદ, બેઠકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો જાહેર કરવામાં આવશે. વાલીઓએ જરૂરી દસ્તાવેજો જેવા કે આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો અને બાળકનું જન્મનું પ્રમાણપત્ર તૈયાર રાખવા સૂચના અપાઈ છે, જેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થતા જ કોઈ મુશ્કેલી ન પડે.

આ પણ વાંચો:ગૌશાળાના નામે લક્કી ડ્રોમાં કરોડોની છેતરપિંડીનો આરોપ, 3.25 કરોડના મામલે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત