calendar_todayMarch 5, 2026
Ahmedabad કોર્પોરેશનની સ્ટેન્ડિગ કમિટીમાં એક ઝાટકે 2500 કરોડના કામોને મંજૂરી અપાઇ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોની વર્તમાન ટર્મ પૂર્ણ થાય એ પહેલા મોટો વિવાદ સર્જાયો છે. સ્થાયી સમિતીમાં કરોડોના કામો એક જ દિવસમાં મજૂરી આપવામાં આવતા કોંગ્રેસ સવાલ ઉઠાવ્યા હતા. કોર્પોરેશનની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં 2500 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
એક સાથે 2500 કરોડ કરતા વધુના કામોને મંજૂરી
અમદાવાદ કોર્પોરેશનની શાસકોની વર્તમાન ટર્મની આખરી સ્ટેન્ડિંગ કમિટીમાં એક સાથે 2500 કરોડ કરતા વધુના કામોને મંજૂરી આપવામાં આવી છે. આગામી 9 માર્ચે વર્તમાન બોડીની મુદત પૂર્ણ થઈ રહી છે.
૩૦૦ થી વધુ કામને તાબડતોડ મંજૂરી અપાઈ
સ્ટેન્ડિંગ કમિટીના મૂળ એજન્ડાના ૨૧૮ ઉપરાંત તાકીદના ૧૦૦ કામ મળી ૩૦૦ થી વધુ કામને તાબડતોડ મંજૂરી અપાઈ હતી. ૬૦૦ કરોડના રોડ, બ્રિજ, ૨૧૯ કરોડના ડ્રેનેજ, વોટર સપ્લાય, સાધનો, અને વાહનો ખરીદવા સહિતના તોતિંગ કામ એક ઝાટકે મંજુર કરાયા હતા.
નરોડાથી નારોલ સુધીના રોડને ૨૪૦ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવાશે
નરોડાથી નારોલ સુધીના રોડને ૨૪૦ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવામાં આવશે તો ૨૩૬ કરોડના ખર્ચે સુભાષ બ્રિજના નવીનીકરણ માટે અગાઉ કરાયેલા નિર્ણયને મંજૂરી અપાઈ છે. વર્તમાન સુપર સ્ટ્રક્ચરના મજબૂતીકરણનું કામ ૯ મહિનામાં પૂર્ણ થશે. વર્તમાન બ્રિજને સમાંતર નવી બે લેન બનાવવાના કામમાં ૨૪ મહિનાનો સમય લાગશે. સાઉથ બોપલમાં ૧૧૫ કરોડના ખર્ચે લૉટસ થીમ ઉપર પાર્ક બનાવવાના કામને મંજૂરી અપાઇ છે તો દેશના અલગ અલગ રાજ્યના ફૂલોની પ્રતિકૃતિ ઉપરાંત ગ્લો ગાર્ડન પણ બનાવવામાં આવશે. શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ આવેલી હોય ત્યાં ૨૪૦ કરોડના ખર્ચે પ્રિસેન્ટ રોડ ડેવલપ કરવામાં આવશે. કોર્પોરેશન સબંધિત ફરિયાદ નિવારણ સિસ્ટમમાં એઆઇ ટેકનોલોજીનો વપરાશ કરાશે
વિપક્ષની આકરી પ્રતિક્રિયા સામે આવી
તો બીજી બાજુ ૨૫૦૦ કરોડથી વધુના મંજૂર થયેલા કામને લઇને વિપક્ષની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. વિપક્ષે આરોપ લગાવ્યો કે મુદત પૂર્ણ થવાના ૩ દિવસ પહેલા આ મંજૂરી અનેક શંકા ઊભી કરે છે. એકાએક આવી રીતે કામ કેમ કમિટી સમક્ષ લાવવામાં આવ્યા તેવો સવાલ ઉઠાવાયો ચે.
મંજૂરી આપેલ કામો જમીન પર ક્યારે ઉતરશે
ચૂંટણી પહેલા કોર્પોરેશન મંજૂરી આપેલ કામો જમીન પર ક્યારે ઉતરશે તે મોટો સવાલ છે. અગાઉ પણ કરોડોના કામો સમય મર્યાદ પૂર્ણ થયા બાદ પણ પૂર્ણ ન થયા હોવાના બનાવો સામે આવ્યા હતા.
આ પણ વાંચો---- Surat : પનીર ખાતા પહેલા ચેતજો, ગંદકી વચ્ચે પામોલીન તેલ અને એસીડીક એસીડના મિશ્રણથી બનાવાતા પનીરનો મોટો જથ્થો ઝડપાતાં ખળભળાટ