calendar_todayJanuary 20, 2026
Ahmedabad : માત્ર 3 વર્ષમાં શહેરના 300 જેટલા ગાર્ડનમાં કસરત અને બાળકોને રમવાના સાધનો નાંખવાનો ફરી કોન્ટ્રાક્ટ અપાતા વિવાદ
અમદાવાદ શહેરમાં મહાનગર પાલિકામાં મોર ખાય ઢોર ખાય ચોર ખાય જેવો ઘાટ સર્જાયો છે. મહાનગર પાલિકા દ્વારા 3 વર્ષ પહેલા 5.75 કરોડના ખર્ચે શહેરના 300 જેટલા ગાર્ડનમાં કસરત અને બાળકોને રમવાના સાધનો નાખવામાં આવ્યા હતા જે હાલ બિસ્માર થઇ ગયા અને હવે નવા સાધનો નાંખવા માટે વધુ 10 કરોડનો ધુમાડો કરશે.
2 કંપનીને શહેરના 300 જેટલા ગાર્ડનમાં 10 કરોડના ખર્ચે રમવાના સાધનો નાખવાનો કોન્ટ્રાક્ટ
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 2 કંપનીને શહેરના 7 ઝોનમાં આવેલા 300 જેટલા ગાર્ડનમાં 10 કરોડના ખર્ચે બાળકોને રમતગમતના સાધનો નાખવા માટે ટેન્ડર અપાયુ છે. આ બે કંપનીઓ શહેરના અલગ અલગ ગાર્ડન કે જ્યાં સાધનો તૂટી ગયા હશે તો ત્યાં સાધનો બદલશે અને જ્યાં હશે જ નહિ ત્યાં નવા ઇન્સ્ટોલ કરશે અને આગામી 3 વર્ષ સુધી સાધનોનું મેઇન્ટેનેન્સ પણ કરશે ..
કામગીરી માત્ર 2 જ કંપનીને સોંપી દેવામાં આવી
આ નિર્ણયના કારણે મનપામાં વિવાદ થયો છે કારણ કે આખી કામગીરી માત્ર 2 જ કંપનીને સોંપી દેવામાં આવી છે વિવિધ ઝોન મુજબ કામગીરી 2 કંપની વચ્ચે વહેંચી દેવાઈ છે.
વર્ષ 2022 - 23 માં આ જ પ્રકારે ટેન્ડર કરવામાં આવ્યું હતું
આ ટેન્ડરને લઈને સવાલ અનેક ઉઠી રહ્યા છે કારણ કે 1 કંપની હની ફન જેણે 31 ટકા નીચા ભાવે ટેન્ડર સ્વીકાર્યું છે ત્યારે લોવર પ્રાઈઝમાં આવેલી કંપનીને નુકશાન થયું છે. વર્ષ 2022 - 23 માં આ જ પ્રકારે ટેન્ડર કરવામાં આવ્યું હતું જેમાંથી 300 જેટલા ગાર્ડનમાં જરૂરિયાત મુજબ કસરતના સાધનો અને બાળકોને રમવાના સાધનો નાખવામાં આવ્યા હતા.
માત્ર 3 વર્ષમાં કેવી રીતે તેને નુકશાન પહોંચે ?
આ જે સાધનો નાખવામાં આવે છે તેનો બેઝ લોખંડનો હોય છે જયારે સરફેસ પ્લાસ્ટિક કે ફાયબર મટીરીયલ માંથી બનાવવામાં આવેલી હોય છે ત્યારે માત્ર 3 વર્ષમાં કેવી રીતે તેને નુકશાન પહોંચે ? તેને રીપેર કરવા માટે અલગથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી તો પછી એ કંપનીએ શું કામગીરી કરી ? જો એ સાધનો તૂટી ગયા તો તેનો ભંગાર ક્યાં છે ? અને જો ચોરાઈ ગયા તો પછી તેને લઈને અત્યાર સુધી કેમ કોઈ પોલીસ ફરિયાદ કરવામાં ના આવી ? રી ક્રિએશન કમિટી ચેરમેન સ્વીકારી રહ્યા છે કે અગાઉ 5 કરોડથી વધુનું ટેન્ડર કરવામાં આવ્યું હતું
પાલિકામાં અંધેર નગરીની જેમ વહીવટ ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ
અમદાવાદ મહાનગર પાલિકામાં અંધેર નગરીની જેમ વહીવટ ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે એક તરફ સુશાશનની વાત તો કરવામાં આવી રહી છે પરંતુ હકીકત સ્થિતિ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો----- Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે