calendar_todayMay 10, 2026
Ahmedabad: વેપારીની નજર ચૂકવી ટાબરિયો 4.90 લાખની રોકડ ઉઠાવી ફરાર
વિરમગામમાં એસટી બસ સ્ટેન્ડ રોડ પર આવેલી પાન મસાલા સહિતના વિક્રેતાની દુકાને રાત્રે વસ્તી કરવાના સમયે એક ટાબરિયો માલ સામાન લેવા બહાને કાઉન્ટરમાંથી રૂ. 4.90 લાખની રોકડ રકમ ઉઠાવી બે સાગરિતો સાથે ફરાર થઈ ગયો હતો. બનાવની વેપારી રમેશભાઈ મહાદેવલાલ ઠક્કરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારે રમેશભાઈ દુકાને હતા ત્યારે સાંજના 7.30 કલાક થતા તેમની દુકાનમાં કામ કરતો વ્યક્તિ ઘરે જવા રજા લઈ ગયો હતો. રાબેતા મુજબ રમેશભાઈ રોકડ મૂકીને શુક્રવારે રાત્રિના આઠ કલાક આસપાસ સમયે દુકાન વસ્તી કરી રહ્યા હતા. દરમ્યાન એક 12થી 13 વર્ષનો ટાબરિયો આવીને મીઠા પાન મસાલા સહિત માલ સામાનની માંગણી કરી હતી. દુકાનદાર માલ સામાન કાઢવા જતા જ ટાબરિયો કાઉન્ટરમાં મુકેલી રોકડ રકમ ભરેલી થેલી ઉઠાવીને દુકાનની સામે એક્ટિવા સ્કુટર લઈને ઉભેલા બે યુવાન સાગરીતો સાથે બેસીને ભાગી ગયા હતા. દુકાનદાર રમેશભાઈ ઠક્કરે પોલીસનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો