android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: રાજસ્થાનના વેપારીનું ગીતામંદિર પાસેથી અપહરણ ક્રાઈમબ્રાન્ચે 48 કલાકમાં છોડાવી 3ની ધરપકડ કરી

calendar_todayJanuary 1, 2026

Ahmedabad: રાજસ્થાનના વેપારીનું ગીતામંદિર પાસેથી અપહરણ ક્રાઈમબ્રાન્ચે 48 કલાકમાં છોડાવી 3ની ધરપકડ કરી

ગીતામંદિર એસટી સ્ટેન્ડ પાસેથી રાજસ્થાનથી ધંધાર્થે કામે આવેલ વેપારીનું ત્રણ શખ્સોએ અપહરણ કર્યુ હતુ.

આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોધતા ક્રાઈમબ્રાન્ચની ટીમે માત્ર 48 કલાકમાં વેપારીને છોડાવ્યા હતા. અને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

રાજસ્થાનના સિરોહીમાં રહેતા 28 વર્ષીય કેશનાથ છૂટક મજૂરી કામ કરે છે. જેમાં તે અમદાવાદમાં ભરાતા રવિવારી બજારમાંથી ખરીદી કરી છૂટકમાં ફેરી કરે છે. ગત 27 ડિસેમ્બરે તેઓ ધંધાના કામથી રાજસ્થાનથી બસમાં અમદાવાદ આવ્યા હતા. બાદમાં તેઓ રિલીફ રોડ પાસે આવેલ હોટલમાં વેપારી સાથે રોકાયા હતા.

ધંધાના કામથી અમદાવાદમાં બે દિવસ ર્ફ્યા હતા. ગત 30 ડિસેમ્બરે તેઓ વેપારી સાથે ધંધા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં વેપારીને પેટમાં દુખાવો થતા ગીતામંદિર એસટી સ્ટેન્ડ ખાતે આવ્યા હતા. ત્યાં ચાની કીટલી પર ચા પીવા બેઠાં હતા. આ દરમ્યાન ત્રણ અજાણ્યા શખ્સો તેમની પાસે આવી કેશનાથને ચૂપ રહેવાનો ઇશારો કરીને વેપારીનું અપહરણ કરીને રિક્ષામાં બેસાડીને રાયપુર તરફ્ લઇ ગયા હતા. જેથી યુવક ગભરાઇને હોટલમાંથી સામાન લઇને ગામડે જતો રહ્યો હતો અને તેણે ગામડે જઈ સમગ્ર બનાવ બાબતે પરિવારજનોને વાત કરી હતી. આ દરમ્યાન અપહરણ કરનાર શખ્સોએ અપહરણ થયેલા સબંધીના સાળાને ફોન કરીને સંખેશ્વર ખાતે આવી રૂ. 4 લાખ આપી જાવ અને તમારા માણસને લઇ જાવ કહીને રૂપિયા નહિ આપો તો તેને પતાવી દેવાની ધમકી આપી હતી. જેથી તેમણએ આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

અપહરણની ઘટનાની ક્રાઇમ બ્રાન્ચને થતા બે ટીમ કામે લાગી હતી. જેમાં એક ટીમે અપહરણકર્તાઓ સાથે વાતો શરૂ કરી હતી. અને બીજી ટીમે લોકેશન આધારે 100 કિલોમિટર દૂર સંખેશ્વર પાસે પહોચીને વેપારીને છોડાવ્યો હતો અને ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો