calendar_todayJanuary 6, 2026
Ahmedabad : દૂષિત પાણીની સમસ્યા ગંભીર, છેલ્લા 5 વર્ષમાં 3 લાખથી વધુ ફરિયાદો
અમદાવાદ શહેરમાં દૂષિત પાણી અને પાણીજન્ય રોગચાળાની સમસ્યા વધુ ગંભીર બની છે. મહાનગરપાલિકાના તાજા ડેટા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં શહેરમાં 3 લાખથી વધુ ફરિયાદો નોંધાઇ છે.
2025માં 74,392 ફરિયાદો નોંધાઈ
2021માં મનપાને 42,192 ઓનલાઇન ફરિયાદો મળી હતી, જે 2022માં 95,978 સુધી વધ્યી છે. 2023માં 68,993, 2024માં 75,942 અને 2025માં 74,392 ફરિયાદો નોંધાઈ.
છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 44,258 કેસ નોંધાયા
પાણીજન્ય રોગચાળાના પ્રભાવના મામલે પણ ચિંતાજનક સ્થિતિ છે. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 44,258 કેસ નોંધાયા, જેમાં ઝાડા-ઉલ્ટીના 22,436, ટાઈફોઈડના 13,450, કમળાના 7,972 અને કોલેરાના 400 કેસ નોંધાયા છે.
શહેરના 26 હાઈ-રિસ્ક વિસ્તાર દૂષિત પાણી અને રોગચાળાની દહેશત માટે ઓળખાયા
શહેરના 26 હાઈ-રિસ્ક વિસ્તાર દૂષિત પાણી અને રોગચાળાની દહેશત માટે ઓળખાયા છે. હવામાન અને ગંદા પાણીના કારણે ઝાડા-ઉલ્ટી જેવા પાચન તંત્રના રોગોમાં વધારો થવાની શક્યતા વધુ છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ