android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: વિયેતનામની ફ્લાઇટમાં આવેલી મ્યાનમારની મહિલા 6.07 કિલો હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે પકડાઈ

calendar_todaySeptember 1, 2026

Ahmedabad: વિયેતનામની ફ્લાઇટમાં આવેલી મ્યાનમારની મહિલા 6.07 કિલો હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે પકડાઈ

અંકુશિત અને ગેરકાયદે માદક પદાર્થોની તસ્કરી સામે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ને મોટી સફળતા મળી છે. ગત 31 ઓગસ્ટના રોજ વિયેતનામના હો ચી મિન્હ સિટીથી ફ્લાઇટ નંબર VJ-1805 માં અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી એક વિદેશી મહિલા મુસાફર શંકાસ્પદ જણાતાં કસ્ટમ્સ ટીમે તેને રોકી હતી.

મ્યાનમારની મહિલા પાસેથી હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત

પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સ અધિકારીઓએ મહિલાના સામાનનું એક્સ-રે (X-Ray) સ્કેનિંગ કર્યું હતું. આ દરમિયાન કસ્ટમ્સના સ્નિફર ડોગે પણ મહિલાની ટ્રોલી બેગ તરફ શંકાસ્પદ સિગ્નલ આપ્યા હતા, જેથી અધિકારીઓએ બેગની કાળજીપૂર્વક ભૌતિક તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ટ્રોલી બેગના તળિયાના ભાગે ખાસ પ્રકારનું ફોલ્સ લેયર અને ગુપ્ત કેવિટી બનાવેલી હોવાનું ખુલ્લું પડ્યું હતું. કસ્ટમ્સ ટીમે જ્યારે આ કપ્તાન કેવિટી તોડી ત્યારે તેમાંથી લીલા રંગના પદાર્થ ધરાવતા ૫ જેટલા એર-ટાઇટ વેક્યૂમ પેકેટો મળી આવ્યા હતા. 

ટ્રોલી બેગની કેવિટીમાંથી પકડાયા 5 વેક્યૂમ પેકેટ

કસ્ટમ્સની પ્રાથમિક કેમિકલ ટેસ્ટિંગ કિટ દ્વારા ચકાસણી કરવામાં આવતાં આ પદાર્થ ઉચ્ચ ક્વોલિટીનો 'હાઇડ્રોપોનિક ગાંજો' (મારિજુઆના) હોવાનું પુરવાર થયું હતું. જપ્ત કરવામાં આવેલા 5 પેકેટોનું કુલ વજન 6073.7 ગ્રામ (6.073 કિલો) નોંધાયું છે.મ્યાનમાર દેશની મૂળ નિવાસી એવી આ વિદેશી મહિલા સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની અટકાયત કરવામાં આવી છે. આ મોંઘોડેટ ડ્રગ્સનો જથ્થો ગુજરાત કે ભારતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં કસ્ટમ્સ એજન્સીએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Sabarkantha: 4 મ્યુલ એકાઉન્ટમાંથી 14 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને 14 લાખથી વધુની સાયબર ઠગાઈ સામે આવી