calendar_todayJanuary 20, 2026
Ahmedabad : શાહિબાગ અંડરપાસ 6 દિવસ માટે બંધ, 23થી 28 જાન્યુઆરી સુધી વાહનવ્યવહાર બંધ
અમદાવાદના શાહિબાગ વિસ્તારના રહિશો માટે આગામી દિવસોમાં મુશ્કેલી વધી શકે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે શાહિબાગ અંડરપાસ 23 જાન્યુઆરીની રાત 8 વાગ્યાથી 28 જાન્યુઆરીની રાત્રે 12 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
અંડરપાસના બંધ રહેવાના કારણે વાહન ચાલકોને પડશે તકલીફ
અંડરપાસના બંધ રહેવાના કારણે સ્થાનિક વાહન ચાલકો અને આસપાસના વિસ્તારના લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તાત્કાલિક માર્ગદર્શન અને પરિવહન વ્યવસ્થા માટે તંત્ર દ્વારા વિકલ્પ માર્ગોની જાણકારી આપી છે.
પોલીસ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
આ સંદર્ભમાં સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં વાહન ચાલકોને વિકલ્પ માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો----- Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે