calendar_todayJuly 28, 2026
Ahmedabad: બાવળા નગરમાં વોર્ડ નં.7ના રહીશો પાણી નિકાલની સમસ્યાને લઈ રસ્તા પર ઉતર્યા
બાવળા ખાતે તાજેતરમાં એક રાત્રિમાં જ 11 ઈંચ વરસાદ ખાબકી જતા શહેરના દરેક રોડ રસ્તાઓ ઢીંચણ સમા પાણીથી ભરાઈ ગયા વરસાદી પાણીના નિકાલ અંગે મંત્રી પ્રદ્યુમન વાજા, બાવળા સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ બાવળા આવી પહોંચ્યા જતા અને સંકલન સમિતિની મિટિંગ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ પણ દર ચોમાસે જળભરાવની સમસ્યાથી પીડાતા વોર્ડ નં.7ની મુલાકાત ના લેવાતા ત્યાંના રહીશોએ રોડ જામ કર્યો હતો. ગત વર્ષે પાલિકા દ્વારા વોર્ડ નં.7 માં પાણી નિકાલ માટે નાળુ તોડવામાં આવ્યુ હતુ. જેના કારણે ત્યાં રહેતા પરિવારો વરસાદી પાણીથી પ્રભાવિત થયા હતા .જ્યારે આ સીઝનમાં વરસાદે માઝા મૂકતા વોર્ડ નં.7ના રહીશો દ્વારા પાલિકા સમક્ષ કામકાજને લઈ તેમની સાથે ભેદભાવ થતા હોવાના આક્ષેપો સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા અને રોડ જામ કર્યો હતો સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ગત વર્ષે તોડવામાં આવેલુ નાળુ પાલિકા દ્વારા બનાવવામાં ના આવતા આ વિસ્તારમાં વરસાદી પાણી તેમના ઘર સુધી ભરાઈ ગયા છે. બે કલાકના હોબાળા બાદ પાલિકા દ્વારા સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે હૈયાધારણ આપતા અંતે મામલો થાળે પડયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો