android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: એરપોર્ટ પરથી ચોકલેટના પેકેટમાં છુપાવીને લાવવામાં આવતો 948 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

calendar_todayFebruary 3, 2026

Ahmedabad: એરપોર્ટ પરથી ચોકલેટના પેકેટમાં છુપાવીને લાવવામાં આવતો 948 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રગ્સ માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે (AIU) બાતમીના આધારે કાર્યવાહી કરી બેંગકોકથી આવેલી એક મહિલા મુસાફરની ધરપકડ કરી છે. આ મહિલા પાસેથી અંદાજે 948 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે.

ચોકલેટના પેકેટમાં છુપાવ્યો હતો નશો

તસ્કરો અને ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ હવે કસ્ટમ અધિકારીઓની નજરમાંથી બચવા માટે અવનવા કિમીયા અજમાવતા હોય છે. પકડાયેલી મહિલા મુસાફરે હાઇબ્રિડ ગાંજાને છુપાવવા માટે 9 જેટલા ચોકલેટના પેકેટોનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ આ સામાન્ય ચોકલેટના પેકેટ લાગતા હતા, પરંતુ ઝીણવટભરી તપાસ દરમિયાન તેમાંથી કિંમતી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો.

કસ્ટમ એક્ટ હેઠળ કાર્યવાહી

એર ઇન્ટેલિજન્સ યુનિટે તમામ જથ્થો જપ્ત કરી મહિલાની કસ્ટડી લીધી છે. આ મામલે કસ્ટમ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરવામાં આવી છે કે શું આ મહિલા કોઈ મોટી ડ્રગ્સ સિન્ડિકેટનો ભાગ છે?આ નશીલો પદાર્થ અમદાવાદના સ્થાનિક બજારમાં કોને પહોંચાડવાનો હતો?અગાઉ પણ આ રીતે ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યું છે કે કેમ?અમદાવાદ એરપોર્ટ પરથી અગાઉ પણ વિદેશી ડ્રગ્સ ઝડપાયાના કિસ્સા બન્યા છે, જેને પગલે હાલ સુરક્ષા વ્યવસ્થા અને મુસાફરોનું ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Amreli: હીરાભાઈ સોલંકીએ આહીર સમાજની શિસ્તને બિરદાવી, કોળી સમાજે પણ આવું જ બંધારણ ઘડવું પડશે