android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: વટવાના વાનર વટ તળાવમાં મેગા ડીમોલેશન, AMCની 10 ટીમો એક સાથે 10 જગ્યાઓ પર કામગીરી કરશે, રહીશોને અન્ય સ્થળે રહેવા માટે બસ રખાઈ

calendar_todayJanuary 20, 2026

Ahmedabad: વટવાના વાનર વટ તળાવમાં મેગા ડીમોલેશન, AMCની 10 ટીમો એક સાથે 10 જગ્યાઓ પર કામગીરી કરશે, રહીશોને અન્ય સ્થળે રહેવા માટે બસ રખાઈ

અમદાવાદમાં વટવાના વાનર વટ તળાવની આસપાસ અંદાજે 500 જેટલા ગેરકાયદે બાંધકામોનું ડીમોલેશન તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તળાવની મૂળ ક્ષમતા પુનઃસ્થાપિત કરવા અને વરસાદી પાણીનું યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે.

અગાઉથી નોટિસ આપવામાં આવી હતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અગાઉથી નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં કેટલાક બાંધકામ હટાવવામાં આવ્યા ન હતાં, જેને લીધે મેગા ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે.

 AMC દ્વારા 10 ટીમો તૈયાર કરવામાં આવી

ડીમોલેશન કાર્ય માટે AMC દ્વારા 10 ટીમો તૈયાર કરવામાં આવી છે, જે એકસાથે 10 જગ્યાઓ પર કામગીરી કરશે. આ કામગીરીમાં પોલીસ અને AMCની એસ્ટેટ વિભાગની ટીમ પણ હાજર રહેશે.

ઘર વિહોણા લોકો માટે સુવિધા

એવામાં ખાસ વાત એ છે કે પહેલીવાર AMC દ્વારા ડીમોલેશન સાથે ઘર વિહોણા લોકો માટે સુવિધા પણ આપવામાં આવી રહી છે. તંત્ર દ્વારા રાહદારીઓ અને રહીશોને કોઈ અનિચ્છનીય તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે. રહીશો માટે AMTS બસ સ્ટેન્ડ-બાય રહેશે, જેથી તેમને અન્ય સ્થળે સુરક્ષિત રીતે લઇ જવાશે. ઘર વિહોણા લોકોને આશ્રયગૃહમાં રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

કામગીરીથી તળાવની મૂળ ક્ષમતા પુનઃસ્થાપિત થશે

AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કામગીરીથી તળાવની મૂળ ક્ષમતા પુનઃસ્થાપિત થશે અને વરસાદી પાણીનો નિકાલ સરળ થશે.

આ પણ વાંચો----    Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે