android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: બોપલમાં ફ્લોપ બાદ હવે C.G. રોડ પર AMC ની નવી ‘સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ’ શરૂ, ડિજિટલ પેમેન્ટ જ માન્ય

calendar_todaySeptember 1, 2026

Ahmedabad: બોપલમાં ફ્લોપ બાદ હવે C.G. રોડ પર AMC ની નવી ‘સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ’ શરૂ, ડિજિટલ પેમેન્ટ જ માન્ય

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા અગાઉ શહેરના બોપલ વિસ્તારમાં આવેલ સોબો સેન્ટર ખાતે સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં આ સિસ્ટમ ફ્લોપ સાબિત થઈ હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. આમ છતાં, તંત્ર દ્વારા હવે શહેરના પોશ અને ધમધમતા વેપારી મથક સી. જી. રોડ પર ‘સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ AMC નું નવું પાર્કિંગ આયોજન

નવી નીતિ મુજબ, સી. જી. રોડ પર સ્ટેડિયમ ક્રોસ રોડથી લઈને પંચવટી ક્રોસ રોડ સુધીના માર્ગ પર કુલ 280 ફોર-વ્હીલર વાહનો પાર્ક થઈ શકે તેવી સ્માર્ટ બેરિયર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આ નવી સિસ્ટમ સંપૂર્ણપણે કેશલેસ અને ઓટોમેટેડ રાખવામાં આવી છે. વાહન ચાલકે પાર્કિંગનો ઉપયોગ કરવા માટે અથવા વાહન બહાર કાઢતી વખતે સ્માર્ટ બોક્સ પર આપેલા QR કોડને સ્કેન કરીને UPI કે અન્ય ડિજિટલ માધ્યમથી પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. પેમેન્ટ સફળ થયા બાદ જ ફ્લેપ બેરિયર ઓટોમેટિક નીચે નમશે અને વાહન બહાર નીકળી શકશે.

નવી પાર્કિંગ સિસ્ટમની મુખ્ય શરતો અને સુવિધાઓ 

આ સ્માર્ટ પાર્કિંગમાં કોઈ પણ પ્રકારનું કેશ (રોકડ) પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં.આ નક્કી કરાયેલા 280 સ્લોટ માત્ર ચાર-પૈડા વાહનો (Car) માટે જ ફાળવવામાં આવ્યા છે, જેમાં ટુ-વ્હીલર માટે 'નો એન્ટ્રી' રાખવામાં આવી છે. જો કોઈપણ વાહનચાલકને પાર્કિંગ સંબંધિત કોઈ સમસ્યા નડે અથવા ત્યાં તૈનાત કર્મચારીઓ દ્વારા રોકડ રકમની ગેરકાયદે માગણી કરવામાં આવે, તો તંત્ર દ્વારા તુરંત 70410 40111 નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: વિયેતનામની ફ્લાઇટમાં આવેલી મ્યાનમારની મહિલા 6.07 કિલો હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે પકડાઈ