calendar_todayJanuary 20, 2026
Ahmedabad : કરોડોના બિટકોઇન હેરાફેરી કેસમાં EDની મોટી કાર્યવાહી, શૈલેષ ભટ્ટનો ભત્રીજો નિકુંજ ભટ્ટ અને નલિન કોટડીયાના સબંધી સંજય કોટડીયા ઝડપાયા
ચર્ચિત બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સી હેરાફેરી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDએ આ કેસમાં મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટ અને નલિન કોટડીયાના પરિજનોની ધરપકડ કરી છે.
નિકુંજ ભટ્ટ તેમજ સંજય કોટડીયાની ધરપકડ
મળતી માહિતી મુજબ, રૂ. 240 કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સીની ગેરકાયદે હેરફેર મામલે EDએ શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ તેમજ નલિન કોટડીયાના સબંધી સંજય કોટડીયાની ધરપકડ કરી છે.
EDએ વિશેષ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગ કરી
ED દ્વારા બંને આરોપીઓ સામે બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સી સંબંધિત ગેરકાયદે લેવડદેવડ અને નાણાકીય હેરાફેરી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસને વધુ વિસ્તૃત કરવા માટે EDએ વિશેષ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.
વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આ મામલે EDની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન ડિજિટલ વૉલેટ, ટ્રાન્ઝેક્શન રેકોર્ડ, ક્રિપ્ટો એક્સચેન્જ સાથેના સંબંધો તેમજ અન્ય સંડોવાયેલા લોકો અંગે પૂછપરછ કરવામાં આવશે.
કૌભાંડ રાજ્યભરમાં લાંબા સમયથી ચર્ચામાં
ઉલ્લેખનીય છે કે આ બિટકોઇન કૌભાંડ રાજ્યભરમાં લાંબા સમયથી ચર્ચામાં છે અને તેમાં મોટા પ્રમાણમાં નાણાંની હેરફેર થવાનો આક્ષેપ છે. EDની આ કાર્યવાહી બાદ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો----- Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે