calendar_todaySeptember 9, 2026
Ahmedabad : પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી ક્યારે? અંબિકાનગર GIDCના રહીશોનું જીવવું હરામ
અંબિકાનગર રોડ પાર આવેલા જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કેમિકલયુક્ત ઝેરી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશો અને કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે જીઆઈડીસી તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય જ આવતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં આવેલા ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી ખુલ્લામાં કે ગટરોમાં છોડી દેવામાં આવે છે, જે બાદમાં રસ્તાઓ પર ફરી વળે છે. કેમિકલવાળા પાણીના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી સ્થાનિકો તેમજ રાહદારીઓમાં ત્વચાના રોગા અને શ્વાસ સંબંધિત તકલીફો વધવાનું જોખમ ઉભું થયું છે.
સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે જીઆઈડીસીના જવાબદાર અધિકારીઓને અનેકવાર જાણ કરવા છતાં પણ માત્ર પોકળ આશ્વાસનો જ આપવામાં આવે છે. કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તંત્રની આ નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે લોકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. જો તાત્કાલિક ધોરણે કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અહીં જીવવુ અમારે મુશ્કેલ થઈ જશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો