android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : GPSC પ્રશ્નના જવાબના વિવાદમાં હાઇકોર્ટે ભરતી બોર્ડની ઝાટકણી કાઢી, કહ્યું.. સેક્રેટરીનો ઇગો માઉન્ટ એવરેસ્ટ કરતા મોટો

calendar_todayMarch 14, 2026

Ahmedabad : GPSC પ્રશ્નના જવાબના વિવાદમાં હાઇકોર્ટે ભરતી બોર્ડની ઝાટકણી કાઢી, કહ્યું.. સેક્રેટરીનો ઇગો માઉન્ટ એવરેસ્ટ કરતા મોટો

 GPSC  ભરતી પ્રશ્નપત્રના જવાબને લઈને હાઇકોર્ટે કડક કાર્યવાહીની ટીકા કરી છે. હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં ઉમેદવારોએ જણાવ્યુ હતું કે, NCERT અભ્યાસક્રમ પ્રમાણે જવાબ સાચો છે, છતાં ભરતી બોર્ડ દ્વારા તેમને માર્ક આપવામાં  આવ્યા નથી

સેક્રેટરીનો ઇગો માઉન્ટ એવરેસ્ટ કરતા મોટો

ગુજરાત હાઇકોર્ટે GPSCના સેક્રેટરીની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું કે,સેક્રેટરીનો ઇગો માઉન્ટ એવરેસ્ટ કરતા મોટો થઈ ગયો છે, પરંતુ ઉમેદવારની કારકિર્દી સાથે રમત ન રમવી જોઈએ. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે  જવાબ NCERT અનુસાર સાચો હોય, તો માર્ક આપવો જ પડશે.

સેક્રેટરી અને પેપર સેટરને સોમવારે હાજર રહેવા માટે ફરમાન

હાઇકોર્ટે સેક્રેટરી અને પેપર સેટરને સોમવારે હાજર રહેવા માટે ફરમાન આપી, અને પેપર સેટરને બ્લેકલિસ્ટ કરવાની પણ ચીમકી આપી હતી.

ઉમેદવારની કારકિર્દી સાથે રમત ન રમો

ઉમેદવારોએ આ મુદ્દે ન્યાય માટે અરજી કરેલી છે અને હાઇકોર્ટે જણાવ્યું છે કે ઉમેદવારની કારકિર્દી સાથે રમત ન રમો, NCERT સાચું હોય તો માર્ક આપવો જ પડશે.


આ પણ વાંચો----     Vadodara : બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો, કુલદીપસિંહ રાઉલજીનો ઘટસ્ફોટ, હું ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહી