calendar_todayJanuary 22, 2026
Ahmedabad: રાજ્ય GST વિભાગે 114.89 કરોડની કરચોરી ઝડપી, અમદાવાદની ફાર્મા કંપનીની કરચોરી ઝડપાઇ
રાજ્ય GST વિભાગે અમદાવાદની ફાર્મા કંપનીમાં થયેલી કરચોરીનો ખુલાસો કર્યો છે. તપાસમાં જાણાયું છે કે કંપનીએ 20.68 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી
32 સ્થળોએ સર્ચ ઓપરેશન
ફાર્મા અને કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલી 11 પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને 32 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. તપાસ દરમિયાન બોગસ ઇન્વોઇસ અને ઇ-વે બિલ દ્વારા વ્યવહારો દર્શાવાતા હોવાનું સામે આવ્યું.
કેયુર દિપક શાહ અને રોમલ વિનોદકુમાર બાફનાને ઝડપી લેવામાં આવ્યા
પેઢીના માલિકો સામે ગુનો નોંધી બે મુખ્ય આરોપીઓ કેયુર દિપક શાહ અને રોમલ વિનોદકુમાર બાફનાને ઝડપી લેવામાં આવ્યા છે. બંને આરોપીઓઓ અલગ-અલગ પેઢીઓમાં કરચોરી કરી હતી, જેમાં દીપના ફાર્માકેમ અને M.K.S આલ્કલાઇસ પ્રા. લિ. સહિતના સંસ્થાનો સમાવેશ થાય છે.
કરચોરીની રકમ 5 કરોડથી વધુ
આ કરચોરીની રકમ 5 કરોડથી વધુ હોવાથી આરોપીઓને જામીન મળ્યો નથી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. GST વિભાગ દ્વારા તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો----- Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત