android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: IPL ની ફીવર વચ્ચે અમદાવાદ મેટ્રોનો ધડાકો, એક જ દિવસમાં 2.25 લાખ મુસાફરોનો નવો ઐતિહાસિક રેકોર્ડ

calendar_todayMay 3, 2026

Ahmedabad: IPL ની ફીવર વચ્ચે અમદાવાદ મેટ્રોનો ધડાકો, એક જ દિવસમાં 2.25 લાખ મુસાફરોનો નવો ઐતિહાસિક રેકોર્ડ

અમદાવાદની સ્પીડ ગણાતી મેટ્રો ટ્રેન હવે માત્ર પરિવહનનું સાધન જ નહીં, પરંતુ અમદાવાદીઓની જીવનરેખા બની રહી છે. રવિવારે શહેરમાં યોજાયેલી હાઈ-વોલ્ટેજ IPL મેચ દરમિયાન અમદાવાદ મેટ્રોમાં મુસાફરોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. આ ધસારાને પરિણામે મેટ્રોએ ૨.૨૫ લાખ મુસાફરોનો આંકડો વટાવીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

અગાઉનો રેકોર્ડ તોડ્યો

મેનેજમેન્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, એક જ દિવસમાં કુલ ૨,૨૫,૦૦૦ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી છે. આ સાથે જ મેટ્રોએ પોતાનો જ અગાઉનો ૨.૨૧ લાખ મુસાફરોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રૂટ પર મુસાફરોની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો હતો.

IPL મેચ અને મેટ્રોની સુવિધા

ક્રિકેટ ચાહકો માટે મેટ્રો આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સ્ટેડિયમની આસપાસ ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યાથી બચવા માટે હજારો દર્શકોએ મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો હતો. મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પણ મેચના સમયને ધ્યાનમાં રાખીને વધારાની ટ્રીપ્સ અને મોડી રાત સુધી સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટા પાયે પ્રજાએ લીધો છે.

આ પણ વાંચો: Navsari: બિલીમોરા-વઘઈ હેરિટેજ ટ્રેન, 110 વર્ષની ભવ્ય સફર, જ્યાં આજેય ઇતિહાસ અને પ્રકૃતિનો થાય છે અદભૂત મેળાપ