calendar_todayFebruary 19, 2026
Ahmedabad : દીપ અને કામેશ્વર બિલ્ડરને ત્યાં ITના દરોડા, 17 કરોડની રોકડ અને 35 કરોડના દાગીના મળી આવ્યા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે શહેરના જાણીતા દીપ અને કામેશ્વર બિલ્ડરના વ્યવહારોમાં દરોડા પાડ્યા છે. જેમાં મોટા બેનામી વ્યવહારો અને રોકડ-સોનાના દાગીના મળ્યા છે. તાજેતરની તપાસમાં ઈન્કમટેક્સ વિભાગે 50 લોકર ચેક કર્યા હતા અને તેમાંથી નોંધપાત્ર સફળતા મળી છે. તપાસના અંતે 17 કરોડ રૂપિયાની રોકડ અને આશરે 35 કરોડ રૂપિયાના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે, જે બિલ્ડરોના બેનામી વ્યવહારો સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
રોકડની લેવડ-દેવડની વિગતો જોવા મળી
ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે 50 લોકરમાંથી પ્રાપ્ત દસ્તાવેજોનું એનાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે. આ દસ્તાવેજોમાં બેનામી મિલકતના કારોબાર અને રોકડની લેવડ-દેવડની વિગતો જોવા મળી છે, જે સરકાર માટે મહત્વપૂર્ણ પુરાવા ગણાય છે. અત્યાર સુધી મળેલા દસ્તાવેજો પરથી અંદાજ લગાવવામાં આવ્યો છે કે બેનામી વ્યવહારનો આંકડો વધારે પણ હોય શકે છે.
હજુ પણ 10 લોકર ઓપરેટ કરવાના બાકી
અધિકારીઓએ જણાવ્યું કે હજુ 10 લોકરો ઓપરેટ કરવાના બાકી છે, તે કામગીરી પૂર્ણ થયા બાદ વધુ મોટી રોકડ રકમ અને સોનાના દાગીના મળવાની શક્યતા છે. આ તપાસના પરિણામે બિલ્ડરોની બેનામી વ્યવહારોની વિગતો બહાર આવશે. આ દરોડા બાદ શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભૂંકપ આવી ગયો છે. આગામી દિવસોમાં વધુ તપાસ અને દસ્તાવેજોના વિશ્લેષણ બાદ મોટા ખુલાસાઓ થઈ શકે છે.
આ પણ વાંચો : Junagadh : અનેક વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરાયો, મિલકત લે-વેચ માટે પૂર્વ મંજૂરી ફરજિયાત