android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: પોલીસે 100થી વધુ આંદોલનકારી વિધાર્થીઓને ડિટેઇન કર્યા

calendar_todayJuly 22, 2026

Ahmedabad News: પોલીસે 100થી વધુ આંદોલનકારી વિધાર્થીઓને ડિટેઇન કર્યા

NEET પેપર લીક વિવાદમાં આજે સાંજના સમયે ગુજરાત યુનિવર્સિટી પાસે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો સામે આવ્યા હતા.પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ભેગા થઈ ગયા હતાં. ત્યાર બાદ તેમને છોડાવી દેવાયા હતાં. શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓની પણ અટકાયત કરવામાં આવી હતી.

100 થી વધુ આંદોલનકારી વિદ્યાર્થીઓની અટકાયત

અમદાવાદમાં નવરંગપુરા ખાતે પરમિશન વિના વિરોધ પ્રદર્શન માટે એકઠા થયેલા 100 થી વધુ આંદોલનકારી વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.આ વિદ્યાર્થીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે ભેગા થયા હતા. અનધિકૃત રીતે એકત્ર થયેલા આ તમામ વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી અને નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ડિટેઇન કરીને લઈ જવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓએ 'ગાંધીગીરી'નો માર્ગ અપનાવ્યો

પોલીસ કાર્યવાહી દરમિયાન આંદોલનકારી વિદ્યાર્થીઓનો એક અનોખો અને વિશિષ્ટ અંદાજ જોવા મળ્યો હતો. ડિટેઇન કરાયેલા વિદ્યાર્થીઓએ આક્રમકતા દાખવવાને બદલે 'ગાંધીગીરી'નો માર્ગ અપનાવ્યો હતો અને 'ગુજરાત પોલીસ I LOVE U'ના નારા લગાવીને શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓનો આ અનોખો વિરોધ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચોઃ