android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: નશાના વેપારનો પર્દાફાશ, 110 નશીલી કફ સિરપની બોટલો સાથે શહેઝાદ પઠાણ ઝડપાયો

calendar_todayFebruary 13, 2026

Ahmedabad News: નશાના વેપારનો પર્દાફાશ, 110 નશીલી કફ સિરપની બોટલો સાથે શહેઝાદ પઠાણ ઝડપાયો

અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી વિરૂદ્ધ અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદ શહેરના કુખ્યાત બુટલેગર અને ગુનેગાર શહેઝાદ ઉર્ફે સજ્જુ પઠાણને પોલીસે 110 નશીલી કફ સિરપની બોટલો સાથે દબોચી લીધો છે. પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

1.30 લાખનો મુદ્દામાલ કબ્જે

પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરીને આરોપી શહેઝાદ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી અંદાજે રૂપિયા 1.30 લાખની કિંમતની 110 નશીલી કફ સિરપની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આ સિરપનો ઉપયોગ નશા માટે કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપી વિરૂદ્ધ નોંધાયેલા છે 24 ગુના

ધરપકડ કરવામાં આવેલો શહેઝાદ ઉર્ફે સજ્જુ પઠાણ કોઈ સામાન્ય શખ્સ નથી, પરંતુ રીઢો ગુનેગાર છે. તેની તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, તેની વિરૂદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં 24 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આટલી મોટી સંખ્યામાં ગુના હોવા છતાં તે ફરી એકવાર નશાના કાળા કારોબારમાં સક્રિય થયો હતો.

પોલીસની વધુ તપાસ

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ કફ સિરપનો જથ્થો આરોપી ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો. આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે જાણવા માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં નશાખોરી ડામવા માટે પોલીસ આગામી દિવસોમાં વધુ કડક ઝુંબેશ ચલાવશે તેવા સંકેતો મળી રહ્યા છે.


આ પણ વાંચો - Ahmedabad News: સરખેજમાં પરિણિતાએ એસિડ પી જીવન ટૂંકાવ્યું