android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : 20 રૂપિયાની લાંચના કેસમાં 30 વર્ષે નિર્દોષ છૂટેલા કોન્સ્ટેબલનું બીજા જ દિવસે મોત

calendar_todayFebruary 7, 2026

Ahmedabad News : 20 રૂપિયાની લાંચના કેસમાં 30 વર્ષે નિર્દોષ છૂટેલા કોન્સ્ટેબલનું બીજા જ દિવસે મોત

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિ માટે વર્ષ 1996 થી શરૂ થયેલો સંઘર્ષ એક અત્યંત કરુણ વળાંક પર પૂરો થયો છે. માત્ર 20 રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ફસાયેલા બાબુભાઈને 2004માં સેશન્સ કોર્ટે દોષિત ઠેરવી 4 વર્ષની સજા ફટકારી હતી. આ અન્યાય સામે તેમણે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. લગભગ બે દાયકા સુધી આ કેસ પેન્ડિંગ રહ્યો અને આખરે 4 ફેબ્રુઆરી 2026 ના રોજ હાઈકોર્ટે પુરાવાઓના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. 30 વર્ષ સુધી ભ્રષ્ટાચારનો જે ડાઘ તેમના ચરિત્ર પર હતો, તે હાઈકોર્ટના ચુકાદાથી ધોવાઈ ગયો હતો.

હાઈકોર્ટે કલંક ધોયો

ન્યાય મળ્યા બાદ બાબુભાઈએ તેમના વકીલની ઓફિસમાં ભાવુક થઈને કહ્યું હતું કે, "જીવનનો કલંક હવે મટી ગયો છે, હવે ભગવાન મને પોતાના પાસે બોલાવી લે." આ શબ્દો વકીલની ઓફિસના CCTV કેમેરામાં પણ કેદ થયા હતા. જાણે કુદરતે તેમની આ અંતિમ ઈચ્છા સાંભળી લીધી હોય તેમ, નિર્દોષ જાહેર થયાના બીજા જ દિવસે તેમનું અચાનક અવસાન થયું હતું. 30 વર્ષ સુધી પ્રામાણિકતા સાબિત કરવા માટે લડત આપનાર એક વૃદ્ધ પિતા અને પોલીસકર્મીનો આવો અંત જોઈને સમગ્ર કાયદાકીય જગત અને સમાજમાં ગમગીની વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો : Gandhinagar મહુડી મંદિર વિવાદમાં વિસ્ફોટ, "ટ્રસ્ટના દાગીના ચોરવા છે એટલે ખોટા આક્ષેપો થાય છે" - ભૂપેન્દ્ર વોરા