android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : જિલ્લામાં 26 હજારથી વધુ વાલીઓએ બાળકોને આગળ ભણાવવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો!

calendar_todayMay 19, 2026

Ahmedabad News : જિલ્લામાં 26 હજારથી વધુ વાલીઓએ બાળકોને આગળ ભણાવવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો!

અમદાવાદ શહેર અને ગામ્ય ડીઈઓ કચેરી સંલગ્ન શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને શાળા બહારના બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવા માટે હાથ ધરાયેલો મહાસર્વે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. સમગ્ર અમદાવાદ જિલ્લામાં થઈને કુલ 83 હજાર થી વધુ બાળકોના સર્વેક્ષણની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં 9432 જેટલા ડ્રોપઆઉટ બાળકોને શોધીને સફળતાપૂર્વક શાળાઓમાં પુન: નામાંકિત કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ 26662 જેટલા ચોંકાવનારા કેસમાં વાલીઓએ પોતાના બાળકોને શિક્ષણ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.જો કે, હજુ પણ શહેર-ગ્રામ્યમાં થઈને કુલ 6348 બાળકોના સર્વેની કામગીરી પેઝિયા હોવાનું સામે આવ્યું છે.

ડ્રોપઆઉટ બાળકોને સ્કૂલમાં દાખલ કરવા માટે અભિયાન

શૈક્ષણિક વર્ષ 2025-26માં રાજ્યભરમાં નોંધાયેલા ડ્રોપઆઉટ બાળકોને ફરી સ્કૂલમાં દાખલ કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં અમદાવાદ શહેર અર્થે ગામ્યમાં આવા 83415 બાળકો મળી આવ્યાં હતા. જેમાંથી 77067 બાળકો ટ્રેસ કરી દેવાયા છે. અમદાવાદ શહેરમાં કુલ 43720 બાળકોના વિશાળ લક્ષ્યાંક સામે કામગીરી તેજીથી ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં કુલ 14156 કેસમાં વાલીઓ અથવા બાળકોએ શિક્ષણ મેળવવાનો કે માહિતી આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આ ઈનકાર કરનારાઓમાં સૌથી વધુ 7392 કેસ ગવર્મેન્ટ એઇડેડ શાળાઓના અને 5087 કેસ પ્રાઈવેટ શાળાઓના છે. આ ઉપરાંત, સમગ્ર શહેરમાં 4243 બાળકો એવા નોંધાયા છે જેઓ અનટ્રેસેબલ છે.

25985 બાળકોનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે

અમદાવાદ ગામ્ય કચેરી હેઠળના કુલ 29695 વિદ્યાર્થીઓમાંથી 25985 બાળકોનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં 3255 બાળકોનું રિ-એનરોલમેન્ટ કરવામાં આવ્યું છે. જ્યારે 4962 બાળકો અન્ય જગ્યાએ અભ્યાસ કરતા હોવાનું માલૂમ પડયું છે. આશ્ચર્યજનક રીતે 12506 બાળકોના વાલીઓએ સર્વે દરમિયાન શિક્ષણ માટે આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. જે તંત્ર ચિંતાનો વિષય છે. આ સિવાય 3332 બાળકો અન્યત્ર સ્થળાંતરિત થઈ ગયા છે અને 1108 બાળકો એવા છે જેમનો કોઈ પતો લાગી શક્યો નથી. 5351 બાળકો એવા નોંધાયા છે જેઓ 'અનટ્રેસેબલ' છે. સ્થળાંતરના કારણે શિક્ષણ પ્રવાહ તટવો એ આ સર્વેનું સૌથી મોટું ચિંતાજનક પાસું છે. અમદાવાદ શહેરમાંથી કુલ 13489 બાળકો અને ગ્રામ્ય વિસ્તારમાંથી3332 બાળકો મળીને સમગ્ર જિલ્લામાં કુલ 16821 બાળકો અન્યત્ર સ્થળાંતરિત થઈ ગયા છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price: દેશમાં પાંચ દિવસમાં ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો કેટલો થયો વધારો