android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : અમદાવાદમાં ભ્રષ્ટાચારથી ભરેલા હાટકેશ્વર બ્રિજનો એક સ્પાન તોડી દેવાયો, બ્રિજ તોડવા રુ.3.90 કરોડનું ચૂકવણું કરાશે

calendar_todayMarch 27, 2026

Ahmedabad News : અમદાવાદમાં ભ્રષ્ટાચારથી ભરેલા હાટકેશ્વર બ્રિજનો એક સ્પાન તોડી દેવાયો, બ્રિજ તોડવા રુ.3.90 કરોડનું ચૂકવણું કરાશે

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે તેવી વાત સામે આવી છે, તો બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે અને બ્રિજ તોડવા રુ.3.90 કરોડનું ચૂકવણું કરાશે અને બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી કરાશે વસૂલાત. 4 મહિનામાં બ્રિજને ગ્રાઉન્ડ ઝીરો કરાશે, હાટકેશ્વર બ્રિજનાં કોન્ટ્રાક્ટરનાં પલ્લવ બ્રિજનાં બાકી બિલમાંથી તોડવાનો ખર્ચ વસૂલ કરાશે, હાટકેશ્વર બ્રિજ બનાવવા 40 કરોડનો ખર્ચનાર મ્યુનિ.ને ભંગારમાંથી ફક્ત ચાર કરોડ મળશે.

40 કરોડના ખર્ચે અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તૈયાર કરાયો હતો

વર્ષ-2017માં રુપિયા 40 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદના સી.ટી.એમ.ચાર રસ્તા તરફના હાટકેશ્વર જંકશન ઉપર રુપિયા 40 કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા બ્રિજના સુપર સ્ટ્રકચરને તોડી પાડવા માટે 9.31 કરોડ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.ત્યારે શહેરીજનોને પડેલી હાલાકી, કરોડો રૂપિયાનો માનવશ્રમ અને સરકારી મશીનરીનો વ્યય એ બધાની તો કોઇ વાત થાય એમ જ નથી તેવું લાગી રહ્યું છે, લોકોને તકલીફ પડી રહી છે એ વાત કોણ માનશે !

વર્ષ 2022થી બ્રિજ બંધ કરાયો હતો

હાર્ટકેશ્વર બ્રિજને લઇને સ્થાનિકોની પીડા સમજતાં હોવા છતાં હોદ્દેદારો જાણી જોઇને ઝડપી કામગીરી કરતા નહીં હોવાનો આક્ષેપ કરતાં મ્યુનિ.વિપક્ષે કહ્યું કે, બ્રિજના કામમાં થયેલા ભ્રષ્ટ્રાચારને કારણે નબળો અને હલકી કક્ષાનો હોવાનું બહાર આવ્યા પછી શાસકપક્ષ ભીનું સંકેલવામાં પડયો છે. આશ્ચર્ય ની વાત એ છે કે, AMC પાસે આઇ.એ.એસ. તથા નિષ્ણાંત ઇજનેરોની ફોજ હોવા છતાં મ્યુનિ.હોદ્દેદારો હજી પણ મુંઝવણમાં છે, એટલે જ કોઇ સ્પષ્ટતા કરતા નથી. બ્રિજ બનાવવા માટે કોઇ નક્કર આયોજન પણ નથી. નવો બ્રિજ કયારે બનીને તૈયાર થઇ જશે ? તે અંગે કોઇ ટાઇલલિમીટ આપી શકતા નથી. વર્ષ 2017માં બ્રિજ બન્યો હતો અને વર્ષ 2022થી બ્રિજ બંધ કરાયો છે.

મુખ્ય સ્પાન અને બાકી રહેલા એક સ્પાનનું કામ તબક્કાવાર હાથ ધરાશે

જે દરમિયાન ટ્રાફિક પોલીસ ચોકી સામેની ખુલ્લી જગ્યાનો ઉપયોગ ડાયવર્ઝન તરીકે કરવાનો રહેશે. નોંધનીય છે કે, AMCના ઇતિહાસમાં ભષ્ટાચારના આક્ષેપો વચ્ચે બ્રિજ બન્યાના માત્ર ૫ વર્ષમાં જ તેને તોડી પાડવાની આ પ્રથમ ઘટના છે. વાહનચાલકોને અગવડતા ટાળવા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

જાહેર કરાયેલા વૈકલ્પિક રૂટ

01-ગુરુજી બ્રિજથી સ્વસ્તિક ચાર રસ્તા: વાહનચાલકોએ મુખ્ય સ્પાનના બદલે કે.સી. ટી સ્ટોલ પાસેના સ્પાન નીચેથી પસાર થવાનું રહેશે.

02-સ્વસ્તિક ચાર રસ્તાથી ગુરુજી બ્રિજ: મુખ્ય સ્પાન પાસેના અગાઉ તોડી પાડેલા સ્પાનની ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે.


આ પણ વાંચો : Surat News : સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ ચોથા દિવસે પણ યથાવત, આગના કારણે પ્રદુષણનું પ્રમાણ પણ વધ્યું