calendar_todayMay 17, 2026
Ahmedabad News: ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ, નિયમભંગ કરનારા ચાલકો પાસેથી 36 હજારનો દંડ વસૂલાયો
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને કાયદાનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ (ઝુંબેશ) શરૂ કરીને કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગ દરમિયાન ટ્રાફિકના નિયમો તોડતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે.
બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ બદલ 5 કાર ડિટેઈન
આ ખાસ ડ્રાઈવ અંતર્ગત “એ” ડિવિઝન ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રસ્તા પર નંબર પ્લેટ વગર, ફેન્સી નંબર પ્લેટ લગાવીને અથવા કારના કાચ પર પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવીને ફરતા ચાલકોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે નિયમભંગ કરનારી આવી 5 ફોર વ્હીલર (ગાડીઓ) ને ઘટનાસ્થળે જ ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હેલ્મેટ-લાઈસન્સ વગરના ચાલકો દંડાયા, ઝુંબેશ ચાલુ રહેશે
પોલીસે આ ડ્રાઈવ દરમિયાન માત્ર લક્ઝરી કાર જ નહીં, પરંતુ હેલ્મેટ વગર અને ડ્રાઈવિંગ લાઈસન્સ વગર જોખમી રીતે વાહન ચલાવતા દ્વિચક્રી વાહનચાલકો સામે પણ સપાટો બોલાવ્યો છે. વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસે કુલ રૂપિયા 36,000નો દંડ ફટકાર્યો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રહેશે તેમ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો