android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: પોલીસની નશાબંધી અને જુગાર વિરૂદ્ધ કડક કાર્યવાહી, 39 કેસ નોંધાયા

calendar_todayMarch 8, 2026

Ahmedabad News: પોલીસની નશાબંધી અને જુગાર વિરૂદ્ધ કડક કાર્યવાહી, 39 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી અમદાવાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. છેલ્લા 24 કલાકમાં પોલીસે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં નશાબંધી અને જુગારના અડ્ડાઓ પર આકસ્મિક રેડ કરીને મોટી સફળતા મેળવી છે. આ ઓપરેશનથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

નશાબંધી હેઠળ 39 કેસ, 37 જેલના સળિયા પાછળ

પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ વિશેષ ઝુંબેશમાં નશાબંધી ધારાના ભંગ બદલ કુલ 39 ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 37 વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ સતર્કતાને કારણે દારૂના વેચાણ અને હેરાફેરી કરતા નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.

મોટી માત્રામાં મુદ્દામાલ અને વાહન જપ્ત

રેડ દરમિયાન પોલીસે દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે, જેમાં 221 લીટર દેશી દારૂ, 8 બોટલ અને 2 ક્વોટર ઇંગ્લીશ દારૂ, 4 બિયર ટીન જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતું 1 સ્કૂટર પણ જપ્ત કરવામાં આવ્યું છે.

જુગારધામ પર ત્રાટકી પોલીસ

માત્ર નશાબંધી જ નહીં, પરંતુ જુગારની બદીને ડામવા પણ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. જુગાર ધારા હેઠળ 3 કેસ નોંધીને 12 શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જુગારના સ્થળેથી રૂપિયા 16,220ની રોકડ રકમ અને જુગાર રમવાનું સાહિત્ય જપ્ત કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસની આ આક્રમક કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે, જે નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે આવકારદાયક પગલું છે.


આ પણ વાંચો - Ahmedabad News: પ્રેમ પ્રકરણમાં યુવકે પંખે લટકી કરી આત્મહત્યા, મિત્રો પહોંચે તે પહેલા તોડ્યો દમ