android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: વિશ્વાસઘાત! નોકરે બિસ્કિટના બોક્સમાં છુપાવી 4.50 લાખની સિગારેટ ચોરી

calendar_todayFebruary 13, 2026

Ahmedabad News: વિશ્વાસઘાત! નોકરે બિસ્કિટના બોક્સમાં છુપાવી 4.50 લાખની સિગારેટ ચોરી

અમદાવાદ શહેરમાં નોકર દ્વારા માલિક સાથે વિશ્વાસઘાત કરવાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં એક વેપારીની દુકાનમાં કામ કરતા નોકરે સતત 50 દિવસ સુધી સિગારેટની ચોરી કરી અંદાજે 4.50 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. દુકાનના કર્મચારી દ્વારા ચોરી કરવાની પદ્ધતિ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

બિસ્કિટના બહાને સિગારેટની તસ્કરી

અમદાવાદના રામોલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી નોકર દુકાનમાંથી સિગારેટના પેકેટો ચોરી કરતો હતો. પકડાઈ ન જાય તે માટે તે અત્યંત ચાલાકીથી બિસ્કિટના ખાલી બોક્સમાં સિગારેટ છુપાવી દેતો અને ત્યારબાદ કચરો ફેંકવાના બહાને અથવા માલની હેરાફેરીના બહાને આ બોક્સ બહાર કાઢી લેતો હતો. આ સિલસિલો સતત 50 દિવસ સુધી ચાલ્યો હતો.

સ્ટોકની ગણતરીમાં ભાંડો ફૂટ્યો

વેપારીએ જ્યારે દુકાનના માલના સ્ટોકની ગણતરી કરી, ત્યારે મોટી માત્રામાં સિગારેટ ઓછી હોવાનું માલૂમ પડ્યું હતું. શંકા જતા વેપારીએ સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં નોકરની શંકાસ્પદ હિલચાલ અને બિસ્કિટના બોક્સમાં સિગારેટ છુપાવવાનો આખો ખેલ કેમેરામાં કેદ થઈ ગયો હતો.

રામોલ પોલીસ મથકે ફરિયાદ

પોતાના જ વિશ્વાસુ નોકર દ્વારા લાખોની ચોરી થતા વેપારીએ તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા 4.50 લાખની ચોરીના આ મામલે ગુનો નોંધી આરોપી નોકરની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટના વેપારીઓ માટે લાલબત્તી સમાન છે કે, પોતાના સ્ટાફ પર આંધળો વિશ્વાસ મૂકવો ભારે પડી શકે છે.


આ પણ વાંચો - Ahmedabad News: બેંક કર્મચારી પતિની ક્રૂરતા, પત્નીને તરછોડી ડિવોર્સ માટે ઈ-મેઈલ મોકલ્યો