android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : શહેરમાં ચાર ખામી યુક્ત બ્રિજને 62 કરોડના ખર્ચે રીપેર કરાશે, જુલાઈમાં મળ્યો હતો રિપોર્ટ

calendar_todayFebruary 8, 2026

Ahmedabad News : શહેરમાં ચાર ખામી યુક્ત બ્રિજને 62 કરોડના ખર્ચે રીપેર કરાશે, જુલાઈમાં મળ્યો હતો રિપોર્ટ

તાજેતરમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટમાં નવા ઓવરબ્રિજ અને એલિવેટેડ કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે સાત મહિના બાદ ફરીવાર AMCને બ્રિજની યાદ આવી છે. શહેરમાં ચાર ખામી યુક્ત બ્રિજને રીપેર કરવાની કામગીરી કરવામાં આવશે. 62.79 કરોડના ખર્ચે બ્રિજના રીપેરિંગની કામગીરી કરવામાં આવશે.

અમદાવાદમાં 4 ખામીયુક્ત બ્રિજનું રીપેરીંગ થશે

અમદાવાદમાં હાલમાં કેટલાક બ્રિજ રીપેરિંગને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલુ હોવાથી વારંવાર ડાયવર્ઝનનો સામનો કરવો પડતો હોવાથી લોકોને ટ્રાફિક જામમાં ફસાઈ જવું પડે છે. શહેરમાં આ કામગીરીનો પાર આવતો નથી ત્યાં મહાનગર પાલિકા દ્વારા નવા ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે શહેરમાં ખામી યુક્ત વધુ સાત બ્રિજના રિપેરિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

અંદાજ કરતા 45 ટકા ઊંચા ભાવે ટેન્ડર

શહેરના ગીરધરલાલ બ્રિજ, ચામુંડા બ્રિજ, કેડીલા બ્રિજ અને અને નાથાલાલ ઝગડા બ્રિજનું 62.79 કરોડના ખર્ચે રિપેરિંગ કરવામાં આવશે.બ્રિજના આ કામ માટે ટેન્ડરની દરખાસ્ત કરવામાં આવશે. પેડેસ્ટલ ટોપમાં ખામી , ગડરની સ્પેસ ઓછી બેરિંગ ડીસ્ટ્રેસ થયેલા હોવાનો ગત જુલાઈ માસમાં મનપાને રિપોર્ટ મળ્યો હતો. મહાનગર પાલિકા દ્વારા દરખાસ્તમાં આવેલી કંપની રાજ કમલ બિલ્ડરને રીપેરીંગ કામગીરી આપશે. આ કંપનીને અંદાજ કરતાં 45 ટકા ઊંચા ભાવે ટેન્ડર આપવામાં આવશે. જુલાઈ માસમાં બ્રિજમાં ખામીઓ જાહેર થઈ હતી


આ પણ વાંચોઃ Surat News: પાલ વિસ્તારની હોટેલમાં પોલીસે રેડ પાડી કુટણખાનું ઝડપી પાડ્યું, દલાલની શોધખોળ શરૂ