android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: આનંદનગરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે 65 ગેસના બાટલા જપ્ત કર્યા

calendar_todayMarch 22, 2026

Ahmedabad News: આનંદનગરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે 65 ગેસના બાટલા જપ્ત કર્યા

અમદાવાદ શહેરમાં રાંધણ ગેસની અછતનો ફાયદો ઉઠાવી કાળાબજારી કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવાનું મસમોટું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. ગેસના બાટલામાંથી ગેસ કાઢીને અન્ય બોટલમાં ભરી કાળાબજારી કરવાનું રેકેટ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

અલગ-અલગ એજન્સીઓના 65 બાટલા જપ્ત

આનંદનગર પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી તપાસ દરમિયાન સ્થળ પરથી અલગ-અલગ ગેસ એજન્સીઓના કુલ 65 ગેસના બોટલ મળી આવ્યા હતા. આ શખ્સો ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદે રીતે ગેસ કાઢીને તેનું રિફિલિંગ કરી ગ્રાહકોને ઊંચા ભાવે વેચતા હતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધાયો

આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર. એસ. પરમારે જણાવ્યું હતું કે, "ગેરકાયદે ગેસ રિફિલિંગ અને કાળાબજારીના આ રેકેટમાં પોલીસે આવશ્યક ચીજવસ્તુ ધારા (Essential Commodities Act) હેઠળ ગુનો નોંધ્યો છે. આ કૌભાંડમાં કઈ કઈ એજન્સીઓના માણસો સામેલ છે અને આ જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો, તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે."

અમદાવાદ શહેરમાં આ પ્રકારે ચાલતા જોખમી રિફિલિંગ સેન્ટરો સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો - Ahmedabad News: સિવિલ લિકર કૌભાંડમાં કોર્ટે ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા