calendar_todayMay 13, 2026
Ahmedabad News: AMCના વાહનો રોજનું 5000 લિટર ઈંધણ બાળે છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના વિવિધ વિભાગોના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ પાછળ વર્ષે અંદાજે 16.53 કરોડથી વધુ ખર્ચ કરે છે.તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈધણ બચત માટે વર્ક ફ્રોમ હોમ,ઓનલાઈન મીટિંગ્સ, મેટ્રો અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવાની અપીલ કર્યા બાદ AMCમાં પણ ઈધણ વપરાશ ઘટાડવા માટે ડિજિટલ મીટિંગ્સને પ્રાથમિકતા આપવાની ચર્ચા શરૂ થઈ છે.
કુલ 5100 લિટર ઈંધણનો વપરાશ થાય છે
હાલમાં AMCના જમાલપુર એસ.ટી. ડેપો નજીક આવેલા સેન્ટ્રલ વર્કશોપમાંથી કોર્પોરેશનના વિવિધ વિભાગોના વાહનોમાં ઈધણ ભરવામાં આવે છે.વિભાગીય માહિતી મુજબ રોજ સરેરાશ 100 લિટર પેટ્રોલ અને 5000 લિટર ડીઝલ એમ કુલ 5100 લિટર ઈંધણનો વપરાશ થાય છે.કોર્પોરેશને અનેક વાહનોને CNG આધારિત બનાવ્યા છે અને ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ પણ વધાર્યો છે. તેમ છતાં મોટરકારો સહિતના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલનો નોંધપાત્ર વપરાશ યથાવત છે.આ અંદાજ મુજબ વર્ષે આશરે 36000 લિટર પેટ્રોલ અને 1800000 લિટર ડીઝલ વપરાય છે.