android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: પેટ્રોલ અને ડીઝલ સહિત CNGમાં ભાવવધારાને કારણે હવે કેબ સર્વિસ મોંઘી થશે

calendar_todayMay 17, 2026

Ahmedabad News: પેટ્રોલ અને ડીઝલ સહિત CNGમાં ભાવવધારાને કારણે હવે કેબ સર્વિસ મોંઘી થશે

પેટ્રોલ, ડીઝલ, સીએનજીના ભાવ વધારાને લઈને કેબ સર્વિસ પર માઠી અસર વર્તાઈ રહી છે.ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ઝડપથી વિકસતી કેબ ઈન્ડસ્ટ્રી હવે ઈંધણના વધતા ભાવોના દબાણ હેઠળ આવી રહી છે.પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNGના ભાવોમાં થયેલા વધારાએ પણ ઓલા, ઉબેર, રેપિડો, ભારત ટેક્સી અને સ્થાનિક ટ્રાવેલ્સ ઓપરેટરો માટે ખર્ચનું ગણિત બગાડી નાખ્યું છે.હવે CNGના વધતા દરને કારણે કેબ ડ્રાઈવરો અને ઓપરેટરો બંને માટે નફો જાળવવો મુશ્કેલ બની ગયો છે.મુસાફરોના ભાડા, ડ્રાઈવરોની આવક,વાહન ખરીદીના ટ્રેન્ડ અને સમગ્ર અર્બન મોબિલિટી પેટર્ન પર તેની સીધી અસર જોવા મળી રહી છે.

કેબ માર્કેટમાં ભારે વૃદ્ધિ નોંધાઈ

ગુજરાતમાં હાલમાં અંદાજે 1.5 લાખથી વધુ કેબ અને મોટર કેબ વાહનો કાર્યરત હોવાનું માનવામાં આવે છે.તેમાં સૌથી વધુ વાહનો અમદાવાદ,સુરત અને વડોદરામાં છે.છેલ્લા પાંચ વર્ષમાં એપ આધારિત ટેકસી સેવાઓના વધારા સાથે કેબ માર્કેટમાં ભારે વૃદ્ધિ નોંધાઈ છે.ડ્રાઈવરોના જણાવ્યા મુજબ અગાઉ CNG કારનો દૈનિક ખર્ચે 700 થી 900 આવતો હતો,જે હવે 1200 થી 1600 સુધી પહોંચી રહ્યો છે.ડીઝલ એસયુવીઅને ઇનોવા જેવી કેબમાં તો દૈનિક ઈધણ ખર્ચ 3000 સુધી પહોંચી જતો હોવાનું ઓપરેટરો જણાવી રહ્યા છે.

30 ટકામાં પેટ્રોલ-ડીઝલ ગાડીઓ

દિવસભર ડ્રાઈવિંગ કર્યા પછી ઈએમઆઈ,કમિશન અને ઈધણ ખર્ચ કાઢીએ તો બચત ખૂબ ઓછી રહે છે.વિવિધ કેબ એસોશિએશનો બેઠક બોલાવી ભાડા વધારા અંગે નિર્ણય લેશે તેવુ જાણવા મળે છે.અમદાવાદ-ગાંધીનગર કેબ એસોશિએશનના પ્રમુખ રોનક પટેલના મતે બંને શહેરોમાં 29 હજારથી વધુ કેબ ગાડીઓ છે.જેમાંથી 70 ટકા ગાડીઓ CNG છે.જ્યારે 30 ટકામાં પેટ્રોલ-ડીઝલ ગાડીઓ છે.વિદેશી પર્યટકો, એનઆરઆઇની સખ્યા ઘટી હોવાથી 50 ટકાથી વધુ હોટલો ખાલી છે.જેથી હોટલના ફેરા મળતા નથી.

ઉદ્યોગને બચાવી લેવા માટેના પ્રયાસો

આગામી બે-ત્રણ દિવસમાં એસોશિએશનની બેઠકમાં ભાડા વધારો મૃદ્દો ઉઠાવી આ ઉદ્યોગને બચાવી લેવા પ્રયાસ કરાશે. કોરોનાકાળ પછીની આ સૌથી વધુ મદીનો સમય ચાલી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ ટેક્સી હોનર્સ એસોશિએશનના વાઇસ પ્રેસિડેન્ટ તારીક કાઝીના જણાવ્યા મુજબ એરપોર્ટ પર 300 જેટલી ટેક્સીઓ છે. મુસાફરોની સંખ્યા ઘટી હોવાથી હાલ ધંધો મંદીમા છે.તેમાય ઇંધણનો ભાવ વધારો પોષાય તેમ નથી. ફલાઇટો અને મુસાફરો બંને ઘટી જતા દૈનિક ફેરા ઘટી ગયા છે. આગામી દિવસોમાં બેઠક યોજી આ ઉદ્યોગને બચાવી લેવા માટેના પ્રયાસો કરાશે.

હવે CNGનો દર 86.02 પ્રતિ કિલો થયો

અમદાવાદમાં CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો 2.25નો વધારો થતાં હવે CNGનો દર 86.02 પ્રતિ કિલો થયો છે.ભાવ વધારાના વિરોધમાં અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા બેઠક યોજી આગામી તા .18 મેના રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો છે.યુનિયનના આગેવાનોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી રિક્ષા ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.જ્યારે બીજી તરફ CNGના ભાવ સતત વધી રહ્યા છે.રિક્ષા ચાલકોનું કહેવું છે કે વધતા ઇંધણ ખર્ચ, મોંઘવારી, વાહન મેન્ટેનન્સ અને EMI વચ્ચે હાલની પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની રહ્યું છે.

આ પણ વાંચોઃ NTAમાં મોટા વહીવટી ફેરબદલ, અનુજા બાપટ અને રૂચિતા વિજની જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ