calendar_todayMay 6, 2026
Ahmedabad News: ચાંદખેડાની H.B. કાપડિયા સ્કૂલમાં 24 વિદ્યાર્થીઓએ ધો.10માં A1 ગ્રેડ મેળવ્યો
ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10નું 83.86 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષે 83.08 ટકા હતું. આ વર્ષે ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે છે.અમદાવાદમાં સ્કૂલોમાં પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે. શહેરના ચાંદખેડા વિસ્તારની એચ.બી. કાપડીયા સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી.

H.B. કાપડિયા સ્કૂલમાં 24 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સ્થિત એચ.બી.કાપડિયા સ્કૂલનું આ વખતે સારૂ પરિણામ આવ્યું છે. આ સ્કૂલમાંથી ધોરણ 10માં 24 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતાથી વાલીઓ અને શિક્ષકોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવીને પરિણામને લઈને ઉજવણી કરવામાં આવી હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ ગરબા રમીને પરિણામને લઈને ઉજવણી કરી હતી.
આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં આગઝરતી ગરમી સાથે વરસાદની શક્યતા : અંબાલાલ પટેલની આગાહી