android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News:  કેન્દ્ર સરકારે ઓદ્યોગિક વિસ્તારોમાં LPG પુરવઠો વધારવા માટે નિર્ણય લીધો

calendar_todayApril 8, 2026

Ahmedabad News: કેન્દ્ર સરકારે ઓદ્યોગિક વિસ્તારોમાં LPG પુરવઠો વધારવા માટે નિર્ણય લીધો

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર થયેલા હુમલા દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ પરથી આવતા જહાજો અટકી ગયા હતાં. ખાસ કરીને ભારત દેશમાં એલપીજી ગેસ અને પેટ્રોલિયમ પેદાશોની આયાતને અસર થઈ હતી. દેશમાં ગેસ અને પેટ્રોલની અછત સર્જાઈ હતી. પરંતુ હવે હોર્મુઝ ખુલી જતાં કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ઔદ્યોગિક વિસ્તારોમાં LPG પુરવઠો વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. ફાર્મા, ફૂડ, હેવી મેટલ, એગ્રિકલ્ચર સેક્ટરમાં એલપીજી આપવા સૂચના અપાઈ છે.

એલપીજી પુરવઠો વધારવા માટે નિર્ણય લીધો

કેન્દ્ર સરકારે ઓદ્યોગિક વિસ્તારોમાં એલપીજી પુરવઠો વધારવા માટે નિર્ણય લીધો છે. બિન ઘરેલુ એલપીજી પુરવઠો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્યોગોને PNGમાં સ્થાનાંતરિત કરવા સૂચના આપવામાં આવી છે. કાચ અને પેકેજિંગ ઉદ્યોગો સહિત અનેક ઉદ્યોગોને રાહત મળશે. ગુજરાતમાં પણ સિરામિક અને ડેરી સહિતના ઉદ્યોગોને લાભ મળશે. કેન્દ્રીય પેટ્રોલિયમ સચિવે પત્ર લખીને જાણ કરી છે. દિવસની 2.0 ટીએમટી એલપીજી ગેસમાં છૂટછાટ આપવા માગ કરાઈ છે.

આ પણ વાંચોઃ Gandhinagar News : ગિફ્ટ સિટી ફંડ ઇકોસિસ્ટમમાં કેપિટલ કમિટમેન્ટ્સ 60 ગણા વધીને 32 અબજ ડોલરે પહોંચ્યા