android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: સાવધાન! RTO મેમોના નામે છેતરપિંડી, ઘનશ્યામ બારૈયાએ આ રીતે લોકોના 31.42 લાખ ખંખેર્યા

calendar_todayMay 3, 2026

Ahmedabad News: સાવધાન! RTO મેમોના નામે છેતરપિંડી, ઘનશ્યામ બારૈયાએ આ રીતે લોકોના 31.42 લાખ ખંખેર્યા

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને ઓનલાઈન છેતરપિંડી આચરતી ગેંગ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. RTO ના નામે નકલી ઇ-ચલણ (E-Challan) મોકલી લોકોના બેંક એકાઉન્ટ સાફ કરી નાખતા આરોપી ઘનશ્યામ બારૈયાની ધરપકડ કરવામાં આવી છે.

શું હતી છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી?

આરોપી ઘનશ્યામ લોકોના મોબાઈલ પર RTO ઇ-ચલણ ભરવા માટેની એક લિંક અથવા APK ફાઈલ મોકલતો હતો. જેવી વ્યક્તિ આ ફાઈલ ડાઉનલોડ કરે કે તરત જ તેનો મોબાઈલ હેક થઈ જતો હતો. ત્યારબાદ આરોપી મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ મેળવીને બેંકિંગ એપ્લિકેશન દ્વારા પૈસા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતો હતો.

31.42 લાખની છેતરપિંડી

એક કિસ્સામાં ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી અંદાજે 31.42 લાખ જેવી માતબર રકમ ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરી આરોપી ઘનશ્યામ બારૈયાને ઝડપી પાડ્યો છે.

નાગરિકો માટે સાયબર ક્રાઈમની અપીલ

પોલીસે અપીલ કરી છે કે કોઈપણ અજાણી લિંક કે 'APK' ફાઈલ પર ક્લિક કરવું નહીં. RTO કે અન્ય સરકારી સંસ્થાઓ ક્યારેય આવી ફાઈલો ડાઉનલોડ કરવા માટે મેસેજ કરતી નથી. જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો તાત્કાલિક 1930 નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવો.


આ પણ વાંચો - Ahmedabad News: ‘સારથી’ દ્વારા ગુંજ્યા ભગવાન કૃષ્ણના જીવન પાઠ, આનંદ નિકેતન ભાડજના વિદ્યાર્થીઓએ આધુનિક યુગમાં શ્રીકૃષ્ણની પ્રાસંગિકતા રજૂ કરી